Skin Tips : અઠવાડિયામાં જ ફરક દેખાશે ! આ 5 અસરકારક ઉપાયો અપનાવો, ચહેરાની કરચલીઓ ‘છૂમંતર’ થઈ જશે
વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ આવી એ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ કેટલીક વાર ખરાબ જીવનશૈલી, તણાવ, ઊંઘનો અભાવ અને સ્કિન કેરમાં બેદરકારીને કારણે પણ આ સમસ્યા ઉંમર પહેલા દેખાવા લાગે છે.

જો તમે પણ તમારા ચહેરા પરની કરચલીઓથી પરેશાન છો, તો કેટલાક સરળ ઘરેલું ઉપાયો અપનાવીને, તમારી ત્વચાને ફરીથી યંગ અને સોફ્ટ બનાવી શકો છો.

એલોવેરામાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને વિટામિન E ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવો અને હળવા હાથે માલિશ કરો. આ કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે અને તમારી ત્વચાને નેચરલ ગ્લો આપે છે.

નાળિયેર તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં અને કોલેજન વધારવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે, નાળિયેર તેલના થોડા ટીપાં લો અને તમારા ચહેરા પર હળવા હાથે માલિશ કરો. આ ત્વચાને નરમ બનાવે છે અને ધીમે ધીમે કરચલીઓ ઘટાડે છે.

ઈંડાનો સફેદ ભાગ ત્વચાને ટાઈટ બનાવવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ઈંડાનો સફેદ ભાગ ચહેરા પર લગાવો અને સુકાઈ જાય પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 1 કે 2 વાર આનો ઉપયોગ કરવાથી ફાઇન લાઇન્સ ઓછી થાય છે.

મધ ત્વચાને હાઇડ્રેટ કરે છે, જ્યારે લીંબુમાં રહેલું વિટામિન C ત્વચાને સુધારવામાં મદદ કરે છે. લીંબુના રસના થોડા ટીપાં એક ચમચી મધમાં ભેળવીને તમારા ચહેરા પર લગાવો. 10-15 મિનિટ બાદ તેને ધોઈ લો. આનાથી તમારી ત્વચા ફ્રેશ અને યંગ દેખાશે.

આ સિવાય દિવસભર પૂરતું પાણી પીવું અને 7-8 કલાકની ઊંઘ લેવાથી ત્વચા સ્વસ્થ રહે છે. આનાથી ત્વચામાં નમી જળવાઈ રહે છે અને કરચલીઓ વહેલી નથી પડતી.
નોંધ: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ ઉપાયનો ઉપયોગ કરતા પહેલા હંમેશા સ્કિન એક્સપર્ટ અથવા ડૉક્ટરની સલાહ લો.
Tv9 ગુજરાતી પર બ્યૂટી ટિપ્સ, રેસિપી, રિલેશનશિપ ટિપ્સ તેમજ ઘરેલુ ઉપચાર અને લાઈફસ્ટાઈલ બાબતે અવનવી સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ લાઈફસ્ટાઈલની સ્ટોરી વાંચવા માટે તમે આ પેજને ફોલો કરી શકો છો.
