Sourav Ganguly: સૌરવ ગાંગુલીએ ખરીદી ટીમ, ‘દાદા’ ટીમ સાથે મેન્ટર તરીકે પણ જોડાયો
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૌરવ ગાંગુલી એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયો છે. સૌરવ ગાંગુલી આ ટીમનો સહ-માલિક પણ બન્યો છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી નવી ટીમ સાથે નવી ભૂમિકામાં જોવા મળશે. તે હાલ IPLમાં દિલ્હી કેપિટલ્સ ગ્રુપ સાથે કામ કરી રહ્યો છે અને હવે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.

સૌરવ ગાંગુલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની ટીમ ટાઈગર્સ ઓફ કોલકાતા સાથે સહ-માલિક અને મેન્ટર તરીકે જોડાયો છે. લીગ 9 જાન્યુઆરીએ સુરતમાં શરૂ થશે. ફાઇનલ 6 ફેબ્રુઆરીએ યોજાશે.

ISPLમાં ટેનિસ બોલથી મેચો રમાશે, જેમાં 10 ઓવરની મેચો હશે. સચિન તેંડુલકર પહેલાથી જ લીગની કોર કમિટીનો સભ્ય છે, અને હવે ગાંગુલી આ લીગમાં જોડાયો છે.

ISPL માં જોડાયા પછી સૌરવ ગાંગુલીએ કહ્યું, "હું આ નવી સફર માટે ખૂબ જ ઉત્સાહિત છું. ટેનિસ બોલ ક્રિકેટ એ એવી જગ્યા છે જ્યાં દરેક વ્યક્તિ રમવાનું શરૂ કરે છે. તે પૂર્વ ભારતમાં, ખાસ કરીને કોલકાતામાં ખૂબ જ લોકપ્રિય છે. મારો ધ્યેય આ ખેલાડીઓને મદદ કરવાનો રહેશે."

વિજય પવલે આ સિઝનમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને મુંબઈ ઇન્ડિયન્સે ₹32.5 લાખમાં ખરીદ્યો હતો. આ સિઝનમાં ટીમોએ 144 ખેલાડીઓ પર ₹10 કરોડ ખર્ચ કર્યા છે. (PC-PTI)
IPL 2026 પહેલા મોની ઓક્શન યોજાયો હતો જેમાં 77 ખેલાડીઓની કિસ્મત ચમકી હતી. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
