ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, ઇમેઇલમાં ખાલિસ્તાની મૂવમેન્ટ, અમિત શાહ, લોરેન્સ બિશ્નોઇનો ઉલ્લેખ
અમદાવાદ બાદ હવે ગાંધીનગરની પણ કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ તમામ શાળાઓ ખૂબ જ ખ્યાતનામ હોવાનું સામે આવ્યુ છે. ગાંધીનગરની અનેક શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા હલચલ મચી ગઈ છે.
અમદાવાદ બાદ હવે ગાંધીનગરની પણ કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ તમામ શાળાઓ ખૂબ જ ખ્યાતનામ હોવાનું સામે આવ્યુ છે. ગાંધીનગરની અનેક શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા હલચલ મચી ગઈ છે.
ગાંધીનગરમાં પણ શાળાઓને ધમકી મળતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGની ટીમો દ્વારા તપાસ શરૂ કરી. શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે સંચાલકોએ તરત જ જરૂરી પગલાં લીધા અને વિદ્યાર્થીઓને સલામત રીતે રહેવા જણાવ્યું.
ગાંધીનગરની આ શાળાઓને મળી ધમકી
ગાંધીનગરની શાળાઓને મળેલા ઈ-મેઈલમાં સ્પષ્ટ લખાયું છે કે બપોરે 1.11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાના જોખમ સાથે શાળાઓને ઉડાવી દેવાની યોજના છે. ગાંધીનગરમાં કલોલની આવિષ્કાર, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ શાળાઓને મળી છે.
અમિત શાહ, લોરેન્સ બિશ્નોઇના નામનો ઉલ્લેખ
પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે ધમકીભર્યો ઈ-મેઈલ ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા ગ્રુપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ ઇમેઇલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ લોરેન્સ બિશ્નોઇના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈ-મેઈલ શાળાઓને સવારે 8:33 મિનિટે મળ્યો હતો અને ત્યારબાદ બપોરે 1.11 કલાકે બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ સુરક્ષા વધારીને તપાસ ચાલી રહી છે.
ઇમેઇલમાં આપેલી ધમકીમાં લખવામાં આવ્યુ છે કે હરદીપસિંહ નિજ્જરની હત્યાનાં 900 દિવસ પૂરા થયા.અને માટે હવે અમિત શાહ અને લોરેન્સ બિન્શોઇએ તેનું પરિણામ ભોગવવું પડશે તેવો આ ધમકી માં ઉલ્લેખ છે.નિજ્જર ખાલિસ્તાની સમર્થક હતો જેની હત્યા 2023માં થઇ હતી.નિજ્જરની હત્યા ભારતના ઇશારે કેનેડામાં થઇ હતી. આવા આરોપો લાગ્યા હતા જેને ભારતે હંમેશા નકારી કાઢ્યાં છે.
મહત્વનું છે કે અમદાવાદની અનેક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ગાંધીનગરની શાળાઓને પણ ધમકી મળ્યાની માહિતી સામે આવી. અમદાવાદમાં મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર, DAV ઈન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ, CBSE ડિવાઇન સ્કૂલ તેમજ સહિત અનેક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
