Breaking News : અમદાવાદ શહેરની અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલને ઇમેઇલથી ધમકી મળી
અમદાવાદમાં શહેરની અનેક સ્કૂલમાં ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળતા હલચલ મચી ગઈ છે. ધમકી મળતા સ્કૂલ સંચાલકોએ તરત જ વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે અને બાળકોને શાળામાંતી રજા આપી દેવામાં આવી છે.

પોલીસ અને બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમ શાળાઓમાં પહોંચી
પોલીસ વિભાગે ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી, અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGની ટીમો દ્વારા સ્કૂલ વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. દૂરસંચાર માધ્યમ દ્વારા મળી આવેલી ધમકીના ઇમેઇલની સાઇબર ક્રાઇમ વિભાગે પણ તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
ધમકીમાં ખાસ ઉલ્લેખ હતો કે બપોરે 1.30 કલાકે સ્કૂલોમાં બ્લાસ્ટ કરવાની યોજના છે. આ પગલાંને ધ્યાનમાં રાખતા સંચાલકોએ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળ પર જ રાખ્યા હતા અને રજા આપી દીધી છે. પોલીસ તથા સલામતી બળો આજ સમગ્ર મામલાને ગંભીરતાપૂર્વક લઇ, સ્કૂલોમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન શરુ કર્યા છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી છે.
આ ઘટના શહેરની શાળાઓ અને માતાપિતાઓમાં ચિંતાનો વિષય બની છે. સ્થાનિક પોલીસ તથા હાઇસ્કૂલના સંચાલકો સહકારથી કામગીરીમાં જોડાયા છે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવાના સંકેત મળ્યા છે. બાળકોને તેમના માતા-પિતા આવીને લઇ જઇ રહ્યા છે. પેરેન્ટસને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે તપાસ ચાલું છે અને સંબંધિત વિભાગો બોમ્બ બ્લાસ્ટના જોખમ અને ધમકીના સ્ત્રોત અંગે વિગતવાર માહિતી એકઠી કરી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો