Bharuch : નર્મદા પરિક્રમાવાસીઓના જીવના જોખમના મુદ્દે તંત્ર દોડ્યું થયું પણ સમાધાન હજુ અધૂરું
ભરૂચ જિલ્લાના દહેજ બંદરે નર્મદા પરિક્રમાવાસીઓને જીવના જોખમે બોટમાંથી કિનારે પહોંચવાનો મામલો સામે આવતા તંત્ર દોડતું થયું છે. મામલતદાર અને દહેજ મરીન પોલીસે સ્થળ મુલાકાત લઇ સમસ્યા હલ કરવા મથામણ શરૂ કરી હતી.
ભરૂચ જિલ્લાના દહેજ બંદરે નર્મદા પરિક્રમાવાસીઓને જીવના જોખમે બોટમાંથી કિનારે પહોંચવાનો મામલો સામે આવતા તંત્ર દોડતું થયું છે. મામલતદાર અને દહેજ મરીન પોલીસે સ્થળ મુલાકાત લઇ સમસ્યા હલ કરવા મથામણ શરૂ કરી હતી.
સમુદ્રમાં ઓટના સમયે બોટ જેટી સુધી ન પહોંચી શકતા પરિક્રમાવાસીઓને બોટમાંથી પાટિયા ઉપરથી ચાલીને કિનારે ઉતરવું પડે છે જેના કારણે ગંભીર જોખમ વર્તાય છે. આ સમસ્યાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાલુકા મામલતદાર મીના પટેલ અને દહેજ મરીન પોલીસ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.
તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં તરીકે રોરો ફેરીની જેટી પર પરિક્રમાવાસીઓની બોટ લંગારવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જેના કારણે જોખમમાં થોડો ઘટાડો થયો છે. જોકે, જેટી પર રેલિંગવાળા રેમ્પની વ્યવસ્થા ન હોવાના કારણે હજુ પણ પરિક્રમાવાસીઓને બોટમાંથી પાટિયા ઉપરથી ચાલીને કિનારે પહોંચવું પડે છે.
આ સમગ્ર ઘટનાને લઈ હજી સુધી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરિક્રમાવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
