ગાંધીનગરના પેથાપુર-રાંધેજા રોડ પર ગેરકાયદે દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. રોડની બાજુમાં આવેલી આ ગેરકાયદે દરગાહને તોડી પાડવામાં આવી છે. મહાનગરપાલિકાએ અગાઉ જમીનના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પણ આપી હતી, પરંતુ સમય મર્યાદામાં જવાબ ન મળતા દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી. ડિમોલિશન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
live now
18 ડિસેમ્બરના મહત્વના સમાચાર : વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી, સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ કામે લાગી
Gujarat Live Updates : આજે 18 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
અમદાવાદની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈ મેઈલ મામલે સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલમાં, ગઈકાલે બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યા ઈ-મેઈલના મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમના સબ ઇન્સ્પેક્ટર પી.એ.હિરપરા પોતે જ ફરિયાદી બન્યા હતા. પોલીસે ત્રણ ઈમેલ આઇડી ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસમાં VPN નો ઉપયોગ કરી સિંગાપુરથી ઈ મેઈલ કર્યો હોવાનું સામે આવ્યું છે. હોટ મેઈલમાં બે મેઈલ અને atomic મેઈલ પરથી એક મેઈલ આવ્યો હતો.
-
પોરબંદર: દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત
પોરબંદરમાં દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત ચાલુ રહી છે. મનપા અને પોલીસની ટીમે સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને મનપાની ટીમ દ્વારા લારી-ગલ્લા તેમજ પાથરણા કબજે લેવામાં આવ્યા હતા. કેદારેશ્વર રોડ, એમ જી રોડ અને SVP રોડ પર તંત્રની તવાઈ જોવા મળી હતી. રસ્તા ખુલ્લા કરવા માટે દબાણો દૂર કરાતા પાથરણાવાળાઓમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે વેપારીઓએ શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી કરવાની માગ ઉઠાવી હતી.
-
-
અમદાવાદ: કુખ્યાત આરોપીનું ગેરકાયદે દબાણ જમીનદોસ્ત
અમદાવાદમાં તંત્ર દ્વારા કુખ્યાત આરોપીની ગેરકાયદે મિલકત પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. જુહાપુરા વિસ્તારમાં આવેલા આરોપીના ગેરકાયદે દબાણને બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. આરોપી સામે શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ 33 ગુનાઓ દાખલ હોવાનું જાણવા મળ્યું છે. ગેરકાયદે બાંધકામ સામેની આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો સંદેશ આપવાનો હેતુ રાખવામાં આવ્યો છે.
-
સુરત: ‘ગોગા પેપર’ પર શહેર SOGની કાર્યવાહી યથાવત
સુરતમાં પ્રતિબંધિત ‘ગોગા પેપર’ સામે શહેર SOGની કાર્યવાહી યથાવત ચાલુ છે. શહેર SOG દ્વારા સતત ત્રીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા હતા. સિંગણપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ ગોડાઉનોમાં SOGની ટીમે રેડ કરી હતી, જેમાંથી અંદાજે રૂ. 40 હજારની કિંમતનો ગોગા પેપરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
ગાંધીનગર: પેથાપુર-રાંધેજા રોડ પર ગેરકાયદે દરગાહનું ડિમોલિશન
-
-
છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલીઓ ઠાર
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું કે કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે.
-
રાજ્યના વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો-અંબાલાલ પટેલ
-
-
સુરત: પાલ-ગૌરવપથ ભેસાણ રોડ પર સર્જાયો અકસ્માત
સુરતના પાલ-ગૌરવપથ ભેસાણ રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો છે. બેફામ ડમ્પર ચાલકે મેટ્રોના રેલિંગ સાથે ડમ્પર અથડાવી દીધો, જેમાં વન વે રોડ પર કાર ચાલકને બચાવવા જતાં આ દુર્ઘટના ઘટી હતી. ગંભીર ટક્કરથી ડમ્પરના ટાયર છૂટ્ટા થયા અને કેબીન પણ અલગ પડી ગયો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાને કારણે મોટી દુર્ભાગ્ય ટળી ગઈ.
-
રાજકોટઃ ચીકી, તલના કચરિયા સહિતના વિક્રેતાઓ પર ચેકિંગ
રાજકોટમાં પારેવડી ચોકની અનેક દુકાનોમાં આરોગ્ય વિભાગની તાત્કાલિક તપાસ ચાલી રહી છે, જેમાં ચીકી, તલના કચરિયા સહિતના વિક્રેતાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શિયાળાના મોસમમાં કચરિયા અને ચીકીનું ધુમ વેચાણ વધતા સુરક્ષા અને ગુણવત્તા જાળવવા માટે આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન વિક્રેતાઓની દુકાનોમાં ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
-
વડોદરાઃ જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાડવાની ધમકી
વડોદરા જિલ્લામાં કલેક્ટર કચેરીને બોંબથી ઉડાડવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. મળેલી માહિતી મુજબ ૧ વાગ્યા સુધીમાં કચેરી ખાલી નહીં કરાય તો બોંબથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલ મારફતે ધમકી મળતા જ તાત્કાલિક અસરથી કચેરીમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ હતી અને કચેરી પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
-
ભાવનગરઃ નવા વર્ષ પહેલા દારૂની હેરાફેરી વધી
-
વડોદરા સુરત હાઈવે પર ખાનગી બસ પલટી, 30 ઇજાગ્રસ્ત
વડોદરા–સુરત હાઈવે પર કરજણના કંડારી પાટિયા નજીક ખાનગી બસ પલટી ખાવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર અંદાજે 30 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા કરજણ ફાયર વિભાગને માહિતી આપવામાં આવી, જેના પગલે કરજણ ફાયર ટીમ, કરજણ પોલીસ તથા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
-
1 જાન્યુઆરીથી CNG-PNG સસ્તા થશે
નવા વર્ષ 2026 ની શરૂઆત ભારતીય ગ્રાહકો માટે રાહત લાવવાની તૈયારીમાં છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB) એ ટેરિફમાં સુધારા (Rationalization) ની જાહેરાત કરી છે, જેના કારણે દેશભરમાં CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ના ભાવ પ્રતિ યુનિટ ₹2 થી ₹3 સુધી ઘટશે. ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે અને થોડા દિવસોમાં નવું વર્ષ શરૂ થશે. નવા વર્ષની શરૂઆત સામાન્ય જનતા માટે નોંધપાત્ર રાહત લાવશે.
-
પ્લેનની જેમ હવે ટ્રેનમાં પણ વધુ સામાન લઈ જવા પર લાગશે ચાર્જ
હવે પ્લેનની જેમ ટ્રેનમાં પણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા પર મુસાફરોને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ટ્રેનમાં સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેના વિશે લોકસભામાં ચર્ચા દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. નિયમ મુજબ AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરોને 70 કિલો સુધી સામાન લઈ જવાની છૂટ મળશે, જ્યારે AC 2 ટાયરમાં 50 કિલો અને જનરલ કોચમાં 35 કિલો સુધી સામાન લઈ જઈ શકાશે. જો મુસાફરો આ મર્યાદા કરતાં વધુ સામાન લઈને મુસાફરી કરશે તો તેમને વધારાનો ચાર્જ ભરવો પડશે. આ નિર્ણયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાનના ભારને નિયંત્રિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે.
-
સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી કરાશે
-
લોકસભા આજે વાયુ પ્રદૂષણ પર ચર્ચા કરાશે
લોકસભા આજે વાયુ પ્રદૂષણ પર ચર્ચા કરશે. આ ચર્ચા નિયમ 193 હેઠળ થશે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ચર્ચાનો જવાબ આપશે.
-
આજથી દિલ્હીની તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 50% ઘરેથી કામ ફરજિયાત
દિલ્હીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આજથી, તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 50% ઘરેથી કામ ફરજિયાત છે.
Gujarat Live Updates : આજે 18 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 18,2025 7:40 AM
20 સેકન્ડમાં જ સીતાફળના બી થઈ જશે અલગ, ખાવાની આવશે મજા!
દૂધ સાથે ફક્ત આ 2 ફળો જ ખાવા માટે સલામત, અન્ય ફળો પેટમાં દુખાવો અને ઉલટીનું કારણ બની શકે
આવો છે રાજ અર્જુનનો પરિવાર
શિયાળામાં હૃદય માટે કયા ડ્રાયફ્રુટ્સ ફાયદાકારક છે?
અમેરિકામાં 2 બેડરૂમવાળા એપાર્ટમેન્ટનું ભાડું કેટલું છે?
માત્ર 2 દિવસમાં કરિયરમાં લાગ્યો બ્રેક, હવે અચાનક ટીમ ઈન્ડિયામાં થયું કમબેક