<p data-start="47" data-end="789">સુરત શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દારૂની હેરાફેરી અને કોઈ પણ અનિચ્છનીય બનાવોને અટકાવવા માટે શહેરના પ્રવેશ બિંદુઓ તેમજ અંતિમ વિસ્તારોએ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. શંકાસ્પદ વાહનોનું વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને બ્લેક ફિલ્મ લગાવેલી કારો પર કાર્યવાહી કરવામાં આવી. નિયમ વિરુદ્ધ કાળા કાચ ધરાવતી ગાડીઓના કાચ સ્થળ પર જ દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 140 વાહનોનું ચેકિંગ કર્યું હતું. સાથે જ ટ્રાફિક નિયમોના ભંગ બદલ હેલ્મેટ વગરના 20, બ્લેક ફિલ્મના 26, ફેન્સી નંબર પ્લેટના 2, ત્રણ સવારીના 4 અને સીટબેલ્ટ વગરના 3 કેસ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને કાયદાની મર્યાદામાં જ કરવી.</p>