IPO Allotment Status : આજે થશે India Pesticides IPOના શેરની ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

|

Jul 01, 2021 | 7:58 AM

India Pesticides કંપનીનો શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે. IPO 29 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ શેરની આજે ફાળવણી થશે.

IPO Allotment Status : આજે થશે India Pesticides IPOના શેરની ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?
India Pesticides IPO

Follow us on

India Pesticides કંપનીનો  800 કરોડની IPO   23 જૂન, 2021 એ ખુલી 25 જૂન, 2021 ના રોજ બંધ થયો હતો . આ પબ્લિક ઇશ્યૂમાં 100 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવ્યા હતા. ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનો આઈપીઓ 29 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ શેરની આજે ફાળવણી થશે.

કંપનીના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે.
પ્રમોટર આનંદ સ્વરૂપ અગ્રવાલ 281.4 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ  શેરહોલ્ડરોના રૂ 418.6 કરોડના શેર વેચ્યા છે. કંપનીના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે. આ IPO બુક રનિંગ માટે અક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડની મુખ્ય વ્યવસ્થાપક તરીકે નિમણૂક કરવામાં આવી છે જ્યારે કેફિન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ તેના રજિસ્ટ્રાર છે.

India Pesticides નો શું છે કારોબાર?
ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ એ આર એન્ડ ડી આધારિત તકનીકી એગ્રોકેમિકલ ઉત્પાદક છે. કંપનીનો ફોર્મ્યુલેશન બિઝનેસ વધી રહ્યો છે. કેપ્ટન, ફોલ્પેટ અને થિઓકાર્બેમેટ જંતુનાશકોની ઉત્પાદન ક્ષમતાના સંદર્ભમાં કંપની વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. તે દેશમાં ઓછામાં ઓછા પાંચ ટેક્નિકલની એક માત્ર નિર્માતા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

India Pesticidesની લિસ્ટેડ પીઅર કંપનીઓમાં ધનુકા એગ્રોટેક લિ., ભારત રસાયણ લિ., યુપીએલ લિમિટેડ, રેલીસ ઇન્ડિયા, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા અને અતુલ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. એવરેજ PE 47.44x છે. 2019, 2020 અને 2021 માટે નેટવર્થ પર વેઈટ રીટર્ન 30.37 ટકા છે. આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી કંપની 80 કરોડ રૂપિયાની કાર્યકારી મૂડી તરીકે ઉપયોગ કરશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવામાં આવશે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરો
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ ચકાસી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે KFintech Private Limited એ આઇપીઓના રજિસ્ટ્રાર છે. તમારે રજિસ્ટ્રારની વેબસાઇટ https://ris.kfintech.com/ipostatus/ipos.aspx ની મુલાકાત લેવી પડશે. હવે ડ્રોપ ડાઉન મેનૂમાં કંપનીનું નામ લખો. હવે પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમને શેર ફાળવવામાં આવ્યા છે તો પછી તમે સામે સ્ક્રીન પર નજરે પડશે.

Next Article