Budget 2022 : નાણાં મંત્રી PPF માં રોકાણ મર્યાદા બમણી કરવાની માંગ સ્વીકારે તો કર્મચારીઓને 80 લાખનું ફંડ મળશે

|

Jan 26, 2022 | 6:01 AM

PPF માં રોકાણની મર્યાદા હાલમાં માત્ર રૂ. 1.5 લાખ પ્રતિ વર્ષ છે જેના પર 80C હેઠળ કર મુક્તિ આપવામાં આવે છે.

Budget 2022 : નાણાં મંત્રી PPF માં રોકાણ મર્યાદા બમણી કરવાની માંગ સ્વીકારે તો કર્મચારીઓને 80 લાખનું ફંડ મળશે
PPF, NPS, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ન્યૂનતમ રકમ જમા કરવાની છેલ્લી તારીખ - જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, NPS અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ખોલાવ્યા છે પરંતુ આ નાણાકીય વર્ષમાં તમે જરૂરી ન્યૂનતમ રકમ મૂકી શક્યા નથી, તો આ કામ ૧ એપ્રિલ પહેલા કરી લો. 31 માર્ચ પછી આવા એકાઉન્ટ્સ નિષ્ક્રિય થઈ જશે અને તમારે તેને ફરીથી સક્રિય કરવા માટે દંડ ચૂકવવો પડશે.

Follow us on

1 ફેબ્રુઆરીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (finance minister of india nirmala sitharaman) દ્વારા રજુ  થનાર બજેટ(union budget 2022-23)માં સરકાર તરફ નોકરીયાતવર્ગ અને વ્યવસાયિકો ઘણી અપેક્ષાઓ રાખી રહયા છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) એ સરકારને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFમાં રોકાણની મર્યાદા બમણી કરવા વિનંતી કરી છે. આ ફંડ નિવૃત્તિની ઉંમરે અથવા ઘડપણમાં મોટો સહારો બનતી હોય છે જેમાં યોગદાનમાં વધારાની પરવાનગી અને લાભ નોકરિયાતો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે તેમ છે.

ICAIએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને કહ્યું છે કે જે લોકો તેમનો વ્યવસાય કરે છે અને CA, એન્જિનિયર, ડૉક્ટર જેવા વ્યાવસાયિકો છે તેમની પાસે આવકવેરાની બચતના સ્વરૂપમાં PPF સૌથી મોટો વિકલ્પ છે. રોકાણની મર્યાદા હાલમાં માત્ર રૂ. 1.5 લાખ પ્રતિ વર્ષ છે જેના પર 80C હેઠળ કર મુક્તિ આપવામાં આવે છે. 2014 થી આ મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોરોના રોગચાળો, વધતી જતી મોંઘવારી અને સામાજિક સુરક્ષાની ચિંતાઓને જોતા આ મર્યાદા વધારીને રૂ. 3 લાખ આગામી બજેટમાં કરવી જોઈએ. આ સાથે 80Cમાં કર મુક્તિની મર્યાદા બમણી કરીને રૂ. વાર્ષિક 3 લાખ કરવા માંગ કરવામાં આવી છે.

હાલ PPF પર કેટલું વ્યાજ મળે છે?

સરકાર હાલ PPF ખાતા પર વાર્ષિક 7.1 ટકાનું નિશ્ચિત વ્યાજ ચૂકવે છે. તેના દર ત્રિમાસિક રીતે બદલાઈ શકે છે. આ ખાતાની પાકતી મુદત પણ 15 વર્ષ છે. જે લાંબા ગાળાના રોકાણ પર મોટું વળતર આપે છે. 2014માં સરકારે 80Cમાં કરમુક્તિની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ કરી હતી. ત્યારપછી ટેક્સને લઈને કોઈ મોટી રાહત મળી નથી.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

મર્યાદા વધારવાની કેટલી અસર થશે

અત્યારે જો તમે દર વર્ષે PPF ખાતામાં 1.5 લાખ રૂપિયા જમા કરો છો તો 15 વર્ષમાં કુલ રોકાણ 22.50 લાખ રૂપિયા થઈ જશે. તેના પર રૂ. 18,18,209 વર્તમાન વ્યાજ દરે વ્યાજ મળશે. જે કુલ મેચ્યોરિટી પર રૂપિયા 40,68,209 ફંડ બનશે. જો રોકાણની મર્યાદા વધારીને 3 લાખ કરવામાં આવે તો 15 વર્ષમાં સમાન દરે 80 લાખનું નિર્માણ થશે. વ્યાજના રૂપમાં મળેલી રકમ પણ સંપૂર્ણપણે કર કપાતપાત્ર છે.

 

આ પણ વાંચો : Budget 2022: બજેટ રજૂ કરવાની પ્રથા 300 વર્ષ જૂની છે! જાણો વિશ્વમાં પહેલું બજેટ ક્યાં અને કેમ રજૂ કરાયું હતું, જાણો રસપ્રદ કિસ્સો

 

આ પણ વાંચો :  ધનવાન ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલી કંપનીઓને ટેક્સમાં છૂટની મહેરબાની ક્યાં સુધી ?

Next Article