તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે. તેમાં એન્ટિફંગલ, એન્ટિવાયરસ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તમે તુલસીવાળી ચા પણ પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
પાચન તંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીની ચા તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખશે. તે પાચન સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરુપ થશે. તે ખાંસી અને ગેસ જેવી સમસ્યાઓને પણ દૂર ભગાડે છે.
બ્લડ પ્રેશર - તુલસીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે. તુલસીમાં જે પોટેશિયમ હોય છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.
અનિદ્રા - તુલસીમાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે, જે મગજને શાંત કરીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.
ત્વચા માટે લાભદાયક - તુલસીની ચામાં જે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સુરક્ષિત રાખશે. અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે.