Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs RCB Score, IPL 2025 : રોમાંચક મેચમાં બેંગ્લોરે જીત મેળવી, મુંબઈને 12 રને હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2025 | 11:31 PM

આજે 07 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

MI vs RCB Score, IPL 2025 : રોમાંચક મેચમાં બેંગ્લોરે જીત મેળવી, મુંબઈને 12 રને હરાવ્યું
MI vs RCB

આજે 07 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Apr 2025 11:20 PM (IST)

    છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર

    હેઝલવુડે 19મી ઓવરમાં ફક્ત 9 રન આપ્યા. મુંબઈએ 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા છે અને હવે તેને 6 બોલમાં 19 રનની જરૂર છે.

  • 07 Apr 2025 11:08 PM (IST)

    પંડ્યા-તિલકે મેચને બનાવી રોમાંચક

    તિલક વર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે 24 બોલમાં 71 રનની ભાગીદારી થઈ છે. પંડ્યાએ 10 બોલમાં 34 રન અને તિલકએ 23 બોલમાં 46 રન બનાવીને મેચનો રસ્તો બદલી નાખ્યો. મેચ રોમાંચક બની ગઈ છે. મુંબઈને જીત માટે હવે 24 બોલમાં 52 રનની જરૂર છે.

  • 07 Apr 2025 10:52 PM (IST)

    પંડયા vs પંડયા

    કેપ્ટન હાર્દિક પંડયાની જોરદાર ફટકાબાજી, ભાઈ કૃણાલને ધોઈ નાખ્યો, બે સિક્સર બે ફોર ફટકારી, 400 ની સ્ટ્રાઈકરેટથી હાર્દિક પંડયા ફટકારી રહ્યો છે રન

  • 07 Apr 2025 10:40 PM (IST)

    સૂર્યા સસ્તામાં આઉટ

    મુંબઈને ચોથો ઝટકો, સૂર્યકુમાર યાદવ 28 રન બનાવી થયો આઉટ, યશ દયાલે લીધી બીજી વિકેટ

  • 07 Apr 2025 10:20 PM (IST)

    મુંબઈને ત્રીજો ઝટકો

    મુંબઈને ત્રીજો ઝટકો, વિલ જેક્સ 22 રન બનાવી થયો આઉટ, કૃણાલ પંડયાએ લીધી વિકેટ, કોહલીએ પકડી કેચ

  • 07 Apr 2025 09:48 PM (IST)

    રિકલ્ટન 17 રન બનાવી આઉટ

    મુંબઈને બીજો ઝટકો, રેયાન રિકલ્ટન 17 રન બનાવી થયો આઉટ, જોસ હેઝલવૂડે લીધી વિકેટ

  • 07 Apr 2025 09:37 PM (IST)

    મુંબઈને પહેલો ઝટકો

    મુંબઈને પહેલો ઝટકો, રોહિત શર્મા 17 રન બનાવી થયો આઉટ, યશ દયાલે રોહિતને કર્યો ક્લીન બોલ્ડ

  • 07 Apr 2025 09:15 PM (IST)

    MIને જીતવા 222 નો ટાર્ગેટ

    બેંગલુરુએ મુંબઈને જીતવા 222 રનનો આપ્યો ટાર્ગેટ, કોહલી-પાટીદારની ફિફ્ટી

  • 07 Apr 2025 09:08 PM (IST)

    પાટીદાર 64 રન બનાવી આઉટ

    બેંગલુરુનો કેપ્ટન રજત પાટીદાર 64 રન બનાવી થયો આઉટ

  • 07 Apr 2025 09:04 PM (IST)

    બેંગલુરુનો સ્કોર 200 ને પાર

    બેંગલુરુનો સ્કોર 200 ને પાર, પાટીદાર અને જીતેશ શર્માની ફટકાબાજી

  • 07 Apr 2025 08:51 PM (IST)

    RCBનો સ્કોર 150 ને પાર

    બેંગલુરુનો સ્કોર 150 ને પાર, પાટીદાર અને જીતેશ શર્મા ક્રિઝ પર

  • 07 Apr 2025 08:42 PM (IST)

    હાર્દિક પંડયાએ લીધી બીજી વિકેટ

    બેંગલુરુને ચોથો ઝટકો, કેપ્ટન હાર્દિક પંડયાએ કોહલી બાદ લિવિંગસ્ટોનને કર્યો આઉટ

  • 07 Apr 2025 08:40 PM (IST)

    કોહલી 67 રન બનાવી આઉટ 

    બેંગલુરુને ત્રીજો ઝટકો, કેપ્ટન હાર્દિક પંડયાએ વિરાટ કોહલીને કર્યો આઉટ, કોહલી 42 બોલમાં 67 રન બનાવી થયો આઉટ

  • 07 Apr 2025 08:18 PM (IST)

    RCBનો સ્કોર 100 ને પાર

    બેંગલુરુનો સ્કોર 100 ને પાર, કોહલી અને કેપ્ટન પાટીદાર ક્રિઝ પર હાજર

  • 07 Apr 2025 08:15 PM (IST)

    પડિકલ 37 રન બનાવી આઉટ

    બેંગલુરુને બીજો ઝટકો, દેવદત્ત પડિકલ 37 રન બનાવી આઉટ, વિગ્નેશ પુથુરે લીધી વિકેટ

  • 07 Apr 2025 08:13 PM (IST)

    કોહલીની ફિફ્ટી

    વિરાટ કોહલીએ જોરેદાર છગ્ગો ફટકારી પોતાની ફિફ્ટી પૂરી કરી

  • 07 Apr 2025 07:54 PM (IST)

    RCB નો સ્કોર 50 ને પાર

    બેંગલુરુનો સ્કોર 50 ને પાર, વિરાટ કોહલીની જોરદાર ફટકાબાજી, પાંચમી ઓવરની અંતિમ બોલ પર જોરદાર બાઉન્ડ્રી ફટકારી

  • 07 Apr 2025 07:50 PM (IST)

    પડિકલે ઈનિંગનો પહેલો છગ્ગો ફટકાર્યો

    દેવદત્ત પડિકલે ત્રીજી ઓવરમાં ઇનિંગનો પહેલો સિક્સર ફટકાર્યો. તેણે ટ્રેન્ટ બોલ્ટના ત્રીજા બોલ પર શાનદાર પુલ શોટ દ્વારા 6 રન બનાવ્યા. 3 ઓવર પછી, બેંગલુરુએ 1 વિકેટના નુકસાન પર 33 રન બનાવ્યા.

  • 07 Apr 2025 07:34 PM (IST)

    બેંગલુરુને પહેલો ઝટકો

    બેંગલુરુને પહેલો ઝટકો, ચોગ્ગો ફટકાર્યા બાદ બીજા જ બોલ પર સોલ્ડ બોલ્ડ, બોલ્ટે કર્યો ક્લીન બોલ્ડ

  • 07 Apr 2025 07:32 PM (IST)

    મુંબઈ જીત્યું ટોસ

    મુંબઈ જીત્યું ટોસ, મુંબઈ સામે બેંગલુરુ પહેલા કરશે બેટિંગ, બુમરાહ-રોહિત પ્લેઈંગ ઈલેવનમાં

  • 07 Apr 2025 07:11 PM (IST)

    નાસ્ડેક 4 ટકા નીચે ખુલ્યો, શું મંગળવારે ભારતીય શેરબજાર પણ તુટશે ?

    અમેરિકાનો નાસ્ડેક 14978 પોઈન્ટ પર ખુલ્યો હતો. જે પાછલા બંધ કરતા 4 ટકા નીચો રહ્યો હતો. જો કે ખુલ્યા બાદ નાસ્ડેક એક તબક્કે 15032 ઉપર ગયો હતો.

    nasdaq

  • 07 Apr 2025 06:45 PM (IST)

    રાજકોટ 44.2 ડિગ્રી ગરમીમાં ધગધગી ઉઠ્યું, રાજ્યમાં સૌથી વઘુ ગરમી નોંધાઈ

    ગુજરાતમાં સૌથી વઘુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 44.2 ડિગ્રીએ પહોચ્યો છે. અમરેલીમાં 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ડીસામાં પણ ગરમીનો પારો 43 ડીગ્રી ઉપર રહી છે. ગાંધીનગર, અમદાવાદ અને ભુજમાં એક સરખી 42.9 ડિગ્રી ગરમી નોંધાઈ છે. વડોદરામાં 41.6 ડિગ્રી, સુરતમાં 40.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

  • 07 Apr 2025 06:11 PM (IST)

    જ્ઞાનદા સોસાયટી આગ કેસ, રજૂઆત છતા સમયસર પગલાં ના લેવાતા AMC ના જવાબદાર 3 કર્મચારીને અપાઈ શો કોઝ નોટિસ

    જ્ઞાનદા સોસાયટી આગ મામલે અમદાવાદ મહાનગરપાલિકા એકશનમાં આવ્યું છે. જ્ઞાનદા સોસાયટીના રહીશોએ.  ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક કામ કરવામાં આવતુ હોવાની રજુઆત કરી હતી. રજુઆત બાદ પણ પગલા ના લેવાયા હોવાને કારણે, 3 કર્મચારીઓને શો કોઝ નોટિસ અપાઈ છે. ગંભીર મુદ્દાની ફરિયાદની અવગણના કરવા બદલ 3 ને શો- કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.

  • 07 Apr 2025 04:42 PM (IST)

    સરદાર સરોવર સહીત 207 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 57 ટકા પાણીનો સંગ્રહ

    ગુજરાતા જળસંપતિ પ્રધાન કુંવરજી બાવળિયાએ, ઉનાળામાં ગુજરાતમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે તેવો વિશ્વાસ અપાવતા કહ્યું છે કે, સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં પાણીની સંગ્રહશક્તિના 57 ટકા પાણીનો જથ્થો સગ્રહાયેલો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 61 ટકાથી વધુ પાણીની જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 62 ટકાથી વધુ જળ સંગ્રહ છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.21 ટકા જળ સંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44 ટકા જળ સંગ્રહ થયો છે. કચ્છના 20 જળાશયોમાં 41 ટકાથી વધુ જળ સંગ્રહ થયેલ છે.

  • 07 Apr 2025 04:42 PM (IST)

    કોસંબા પોલીસ સ્ટેશનની બાજુમાં વિવિધ ગુનાના કામે ઝડપાયેલા વાહનોમાં લાગી આગ

    કોસંબા પોલીસ સ્ટેશનની બાજુમાં વિવિધ ગુનાના કામે ઝડપાયેલા વાહનોમાં લાગી આગ હતી. આગ લાગતા જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગની લપેટમાં ચાર વાહનો આવી ગયા હતા. વિદેશી દારૂ ,કેમિકલમાં ઝડપાયેલા વાહનો ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવતા હતા. પીજીપી ગ્લાસ , તરસાડી નગરપાલિકા ,અને સુમીલોન ફાયર ફાયર વિભાગને ટીમો ઘટના સ્થળે દોડી જઈને આગને કાબૂમાં લીધી હતી.

  • 07 Apr 2025 03:13 PM (IST)

    ઠાસરા તાલુકાના અકલાચા ગામે મહી નદીના પટ્ટમાં ગ્રામજનોએ બનાવ્યો હંગામી કાચો બ્રિજ

    ખેડાના રઢુ બાદ હવે ઠાસરા તાલુકામાં મહીસાગરના વહેણને રોકી તાલુકાના અકલાચા પાસે નદીમાં બનાવવામાં આવ્યો છે ગેરકાયદે કાચો બ્રિજ. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ બ્રિજ ગ્રામજનોએ ભેગા મળીને બનાવ્યો છે. રોજગારી સામાજિક અને આર્થિક વ્યવહાર માટે વડોદરા જિલ્લામાં જવા માટે બનાવ્યો હતો હંગામી બ્રિજ. સામે કાંઠે જવા અન્ય માર્ગો પરથી વધુ કિલોમીટર ફરીને જવું પડતું હતું. તેથી ગ્રામજનો દ્વારા આ કાચા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખેડા વડોદરા જિલ્લાના મહીં કાંઠાના ગામોના નાગરિકોએ પણ લેખિતમાં કરી છે કાયમી બ્રિજ માટે રજુઆત. ગ્રામજનોની સાથે સાથે રોજગારી માટે વડોદરા ગ્રામ્યમાં અપડાઉન કરનાર લોકો પણ આ બ્રિજનો ઉપયોગ કરતા હતા.

  • 07 Apr 2025 03:10 PM (IST)

    મોરબીના મચ્છુ 3 ડેમમાં માતા પુત્રીએ ઝંપલાવ્યું, માતાનો બચાવ- પુત્રીનુ મોત

    મોરબીના મચ્છુ 3 ડેમમાં માતા પુત્રીએ ઝંપલાવ્યું, માતાનો બચાવ પુત્રીનુ મોત થયું છે. કંચનબેન વિનોદભાઈ બોપલીયા (ઉંમર 50) અને પુત્રી કુંજન વિનોદભાઈ બોપલીયા (ઉંમર 19) એ ડેમમાં ઝંપલાવ્યું હતું. માતા કંચનબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા. પુત્રી કુંજનનું ડૂબી જવાથી મોત નીપજ્યું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

  • 07 Apr 2025 02:13 PM (IST)

    બોટાદમાંથી 15.560 કિલોગ્રામ સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઈ

    બોટાદમાંથી 15.560 કિલો ગ્રામ સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઈ હતી. બોટાદ શહેરના તાજપર સર્કલ પાસેની પંચ પીરની દરગાહ પાસે એસ.ઓ.જી. દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતા. શહેનાઝ ફારૂકભાઈ કાજી નામની મહિલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી છે. 15.560 કિલોગ્રામ સૂકા ગાંજા સાથે 1.,68,400 નો મુદ્દામાલ ઝડપી પાડયો છે. એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે રેડ કરાતા આરોપી મહિલા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી મહિલાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી.

  • 07 Apr 2025 02:09 PM (IST)

    ગીરનાર પર્વત પર આવવા જવા માટેનો રોપ વે બંધ કરાયો

    જુનાગઢ  ગીરનાર પર્વત પર જવા રોપ વે બંધ કરાયો છે. ઝડપથી ફુંકાતા પવનના કારણે, રોપ વેને સલામતી માટે બંધ કરાયો છે. ગિરનાર પર પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ વે ફરી શરુ કરાશે . રોપ વે ઓથોરિટી દ્વારા પ્રવાસીઓના હિત ખાતર બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

  • 07 Apr 2025 01:54 PM (IST)

    શાહઆલમમાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે બબાલમાં 3ની ધરપકડ

    અમદાવાદ : શાહઆલમમાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે બબાલના મામલામાં TV9ના અહેવાલ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે કરી 3 લોકોની ધરપકડ કરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ હોવાનો પોલીસનો દાવો છે. ભાજપના ઝંડા લગાવવાની કામગીરી દરમિયાન ઘટના બની હતી. કોંગ્રેસના કાર્યકરોએ વિક્ષેપ પાડ્યો હોવાનો ભાજપે આક્ષેપ લગાવ્યો હતો.

  • 07 Apr 2025 01:41 PM (IST)

    વડોદરા: રક્ષિતકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

    વડોદરાના ચર્ચિત રક્ષિતકાંડમાં વધુ એક મોટો ખુલાસો થયો છે, જેમાં પોલીસે સુરેશ ભરવાડને સુરેન્દ્રનગરથી ઝડપી લીધો છે; અકસ્માતની રાત્રે રક્ષિત, સુરેશ અને પ્રાંશુએ સાથે મળીને ગાંજાનું સેવન કર્યું હતું અને અકસ્માત પછી રક્ષિતે ‘અનધર રાઉન્ડ’ કહીને ફરી ગાંજો માગ્યો હોવાનો રાઝ બહાર આવ્યો છે.

  • 07 Apr 2025 01:33 PM (IST)

    હારૂન પઠાણ નામના મૌલાનાએ સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો

    વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ મદરેસા સાથે સંકળાયેલા મૌલાના હારૂન પઠાણએ બાથરૂમમાં છુપાઈને મોબાઇલ મુકીને સ્નાન કરતી મહિલાનો ગુપ્ત રીતે વીડિયો ઉતારતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને આધારે સયાજીગંજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

  • 07 Apr 2025 12:18 PM (IST)

    સુરત: ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં મનપાના દરોડા

    સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપાના આરોગ્ય વિભાગે ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓ પર દરોડા પાડી, પેપ્સી અને ફ્રૂટી સહિતના હાનિકારક પીણાં તેમજ 80 કિલો અખાદ્ય ખોરાક નષ્ટ કર્યો હતો; દુકાનદારો કોઈ માન્યતા વિના વેચાણ કરી રહ્યા હતા, જ્યારે ઉધના, ડિંડોલી અને આસપાસના વિસ્તારોમાં ઝાડા-ઉલટીના વધતા કેસોને પગલે મનપાએ કડક પગલાં લીધા છે.

  • 07 Apr 2025 12:01 PM (IST)

    આખલા યુદ્ધને કારણે બે બાળકીના જીવ મુકાયા જોખમમાં

    ભરૂચના તુલસીધામ વિસ્તારમાં રખડતા ઢોરના આતંકને કારણે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન બે બાળકીના જીવ જોખમમાં મુકાયા હતા, જ્યારે તેઓ રમી રહી હતી ત્યારે આખલાઓ અચાનક બાખડી ગયા, પણ ભાગી જતા તેઓની જાન બચી ગઈ; આ ઘટનામાં બે વાહનોને પણ નુકસાન થયું.

  • 07 Apr 2025 11:59 AM (IST)

    સુરતઃ ત્રણ મહિનાથી નાસતો ફરતો આરોપી પાલઘરથી ઝડપાયો

    સુરતઃ ત્રણ મહિનાથી નાસતો ફરતો આરોપી પાલઘરથી ઝડપાયો છે. આરોપી છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે 200 કિમી પીછો કરી મહારાષ્ટ્રના પાલઘરથી ધરપકડ કરી છે. પોલીસે ઓળખ છુપાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને સુરત લાવી વધુ તપાસ હાથ ધરી.

  • 07 Apr 2025 10:33 AM (IST)

    ગાંધીનગર : આજથી ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ

    ગાંધીનગરથી આજથી ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે, જેમાં રાજ્યના 580 મંડળમાં કાર્યક્રમો યોજાઈ ભાજપના 1.40 કરોડ સભ્યોને 1 લાખથી વધુ સક્રિય સદસ્યો માર્ગદર્શન આપશે. ‘વન નેશન, વન ઇલેક્શન’, વકફ બોર્ડ બિલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે અને ભાજપની વિચારસરણી તથા શાસન દરમિયાન થયેલા વિકાસકાર્યો અંગે કાર્યકરોને માહિતગાર કરવામાં આવશે.

  • 07 Apr 2025 10:19 AM (IST)

    રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણી કાપ

    રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણી કાપ રહેશે. આવતીકાલે રાજકોટની પાંચ વોર્ડમાં પાણી કાપ છે. વોર્ડ નંબર 8,10,11,12અને 13માં પાણીકાપ રહેશે. 144 સોસાયટીઓને આવતીકાલે પાણી નહીં મળે. અંદાજે એક લાખથી વધુ લોકોને આવતીકાલે પાણી નહીં મળે. પંપિગ સ્ટેશન પર સંપની સફાઈને લઈને પાણીકાપ રહેશે.

  • 07 Apr 2025 09:26 AM (IST)

    સેન્સેક્સ-નિફ્ટી 5% થી વધુ ઘટાડા સાથે ખુલ્યા

    ટ્રમ્પના ટેરિફ યુદ્ધે વિશ્વભરના બજારોમાં અરાજકતા ફેલાવી દીધી. ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 800 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો. એશિયન બજારોમાં પણ 6 થી 8%નો ઘટાડો થયો છે. ડાઉ ફ્યુચર્સ 1,000 પોઈન્ટથી વધુ ઘટ્યા. શુક્રવારે અમેરિકન બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી. ડાઉ જોન્સ 2200 પોઈન્ટ ઘટ્યો. નાસ્ડેક અને એસ એન્ડ પી 500 મંદીવાળા બજારમાં પ્રવેશ્યા. મંદીના ભય અને માંગ ઘટવાના કારણે ક્રૂડમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. એપ્રિલ 2021 પછી ક્રૂડ ઓઇલના ભાવ $64 થી નીચે આવી ગયા છે અને તે સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

  • 07 Apr 2025 08:20 AM (IST)

    આજે ભારતીય બજાર નબળી શરૂઆત કરી શકે

    ટ્રમ્પના ટેરિફ યુદ્ધે વિશ્વભરના બજારોમાં અરાજકતા ફેલાવી દીધી. ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 800 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો. એશિયન બજારોમાં પણ 6 થી 8%નો ઘટાડો થયો છે. ડાઉ ફ્યુચર્સ 1,000 પોઈન્ટથી વધુ ઘટ્યા. શુક્રવારે અમેરિકન બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી. ડાઉ જોન્સ 2200 પોઈન્ટ ઘટ્યો. નાસ્ડેક અને એસ એન્ડ પી 500 મંદીવાળા બજારમાં પ્રવેશ્યા. મંદીના ભય અને માંગ ઘટવાના કારણે ક્રૂડમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. એપ્રિલ 2021 પછી ક્રૂડ ઓઇલના ભાવ $64 થી નીચે આવી ગયા છે અને તે સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

  • 07 Apr 2025 07:22 AM (IST)

    અમદાવાદઃ દારૂના અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા

    અમદાવાદઃ દારૂના અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. સરદારનગર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા. બુટલેગરો અને દારૂના અડ્ડા પર મોટી કાર્યવાહી કરવામાં આવી. સરદારનગરમાં બુટલેગર દીપિકા નેતલેકરની ધરપકડ કરવામાં આવી. 100 લીટર દેશી દારૂ સાથે 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.દરિયાપુરમાં જુગાર રમતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  • 07 Apr 2025 07:20 AM (IST)

    ACના ગોડાઉનમાં લાગેલી આગમાં બેના મોત થયા

    અમદાવાદનાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACનું ગોડાઉન ચલાવતા શખ્સને હાથનાં કર્યા હૈયે વાગ્યા છે..આગમાં તેની પત્ની અને દિકરાનું જ મોત થયું છે. જ્ઞાનદા સોસાયટીમાં આવેલા મકાનમાં બપોરે ચાર વાગ્યાનાં સુમારે અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળી. કિલોમીટરો દુર સુધી ધુમાડો જોઇ શકાતો હતો. આગ ભીષણ હતી, સિલિન્ડો ફાટવાનાં ધડાકા સતત સંભળાતા અંધાધૂધીનો માહોલ હતો. જે બાદ બેના મોતના સમાચાર સામે આવ્યા છે.

Published On - Apr 07,2025 7:18 AM

Follow Us:
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
g clip-path="url(#clip0_868_265)">