PBKS vs RR: પંજાબ પર વરસ્યું રાજસ્થા, કિંગ્સ ન કરી શક્યા હેટ્રિક, ઘરઆંગણે પંજાબને 50 રનથી મળી કારમી હાર
પંજાબની ટીમે IPL-2025 ની શરૂઆત સારી રીતે કરી હતી. શ્રેયસ ઐયરે પહેલી બે મેચ જીતી હતી. ઘરઆંગણે સિઝનની પહેલી મેચ રમી રહેલી પંજાબની ટીમ જીતની હેટ્રિક મેળવવાની આશા રાખી રહી હતી અને તેણે તેના માટે પ્રયાસ પણ કર્યો હતો. જોકે, સફળતા મળી ન હતી અને રાજસ્થાને તેમને સતત ત્રીજી જીત મેળવવા દીધી ન હતી.

ઘરઆંગણે IPLની 18મી સીઝનની પોતાની પહેલી મેચ રમી રહેલી પંજાબ કિંગ્સ જીતની હેટ્રિક ચૂકી ગઈ. શનિવારે રાજસ્થાન રોયલ્સે તેના હોમ ગ્રાઉન્ડ મુલ્લાપુરમાં પંજાબને 50 રનથી હરાવ્યું. આ સિઝનમાં પંજાબનો આ પહેલો પરાજય છે. આ પહેલા પંજાબે બે મેચ રમી હતી અને બંનેમાં જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ચાર વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. સંપૂર્ણ 20 ઓવર રમ્યા બાદ, પંજાબ નવ વિકેટ ગુમાવીને માત્ર 155 રન જ બનાવી શક્યું.

રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલ ફોર્મમાં પાછો ફર્યો અને સિઝનની તેની પહેલી અડધી સદી ફટકારી. તેણે 45 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 67 રનની ઈનિંગ રમી. રિયાન પરાગે અણનમ 43 રન બનાવ્યા. પંજાબ તરફથી નેહલ વાઢેરાએ અડધી સદી ફટકારી.

પંજાબને એક વિશાળ સ્કોરનો પીછો કરવો પડ્યો હતો જે આ મેદાન પર ક્યારેય પ્રાપ્ત થયો નથી. પ્રિયાંસ આર્ય અને પ્રભસિમરન સિંહ ટીમને સારી શરૂઆત આપશે તેવી પૂરી અપેક્ષા હતી. જોફ્રા આર્ચરે પહેલી જ ઓવરમાં યજમાન ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું. તેણે પહેલા જ બોલ પર પ્રિયાંશને બોલ્ડ આઉટ કર્યો. કેપ્ટન શ્રેયસ ઐયરે આવતાની સાથે જ બે ચોગ્ગા ફટકાર્યા પરંતુ આર્ચરે તેને છેલ્લા બોલ પર આઉટ કર્યો. તેણે પાંચ બોલમાં 10 રન બનાવ્યા.

પ્રભસિમરન અને માર્કસ સ્ટોઇનિસે ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. સંદીપ શર્માએ સ્ટોઇનિસને પોતાના જ બોલ પર કેચ આપીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. કુમાર કાર્તિકેયે વાનિન્દુ હસરંગાના હાથે કેચ પકડીને પ્રભસિમરનની ઇનિંગનો અંત લાવ્યો. સ્ટોઇનિસે સાત બોલમાં ફક્ત એક જ રન બનાવ્યો. પ્રભસિમરને 16 બોલમાં 17 રનની ઇનિંગ રમી.

16 મી ઓવરના પહેલા બોલ પર, હસરંગાએ વાઢેરાને જુરેલના હાથે કેચ કરાવીને પંજાબને મોટો ઝટકો આપ્યો અને અહીંથી રાજસ્થાનની ટીમ મેચમાં વાપસી કરી. વાઢેરાએ ૪૧ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૬૨ રનની ઈનિંગ રમી. 17મી ઓવરના પહેલા બોલ પર સંદીપ શર્માએ સૂર્યાંશ શેડગેને આઉટ કર્યો.

અગાઉ, મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પંજાબના કેપ્ટન ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસનએ ટીમને મજબૂત શરૂઆત અપાવી. બંને બેટ્સમેનોએ મેદાનની ચારે બાજુ શોટ માર્યા અને ટીમનો સ્કોર 10.2 ઓવરમાં 89 રન સુધી પહોંચાડ્યો. આ ખતરનાક જોડીને તોડવાનું કામ લોકી ફર્ગ્યુસન દ્વારા કરવામાં આવ્યું હતું.તેણે 38 રનના વ્યક્તિગત સ્કોર પર સંજુ સેમસનને કેપ્ટન ઐયરના હાથે કેચ આઉટ કરાવ્યો, અને આઉટ થતાં પહેલાં સંજુએ 26 બોલમાં છ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા. આ સિઝનની આ પહેલી મેચ છે જેમાં સંજુ સેમસન ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા અને વિકેટકીપિંગ પણ કરી રહ્યા હતા.

બંને ઓપનરોના ગયા પછી આવેલા નીતિશ રાણા વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યા નહીં અને 12 રનના વ્યક્તિગત સ્કોર પર માર્કો જાનસેનના બોલ પર મેક્સવેલના હાથે કેચ આઉટ થયા. આ પછી, હેટમાયર અને રિયાન પરાગ બેટિંગ કરવા આવ્યા અને ટીમનો સ્કોર 150 થી વધુ લઈ ગયા. જ્યારે પરાગ 32 રને રમી રહ્યો હતો, ત્યારે બોલર માર્કો જાનસેન તેના જ બોલ પર કેચ છોડી દીધો. પોતાની છેલ્લી ઓવરમાં, અર્શદીપે હેટમાયર (20) ને મેક્સવેલ દ્વારા આઉટ કર્યો. રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ (13) એ ચાર વિકેટે 205 રન બનાવ્યા. (All Image - BCCI)
IPL 2025ની શરૂઆત થઈ ચૂકી છે અને ટીમના ખેલાડીઓની સાથે ચીયરલીડર્સની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































