આજનું હવામાન : ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. 6થી 9 એપ્રિલ સુધી રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં હીટવેવની અસર જોવા મળશે.જ્યારે 2 દિવસ માટે કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. 6થી 9 એપ્રિલ સુધી રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં હીટવેવની અસર જોવા મળશે.જ્યારે 2 દિવસ માટે કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ અને મોરબીમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ 2 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે અમરેલી, બોટાદ, જુનાગઢ,ખેડા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મોરબી, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
મે મહિનામાં મોટી આફતના એંધાણ
રાજ્યમાં ભરઉનાળે માવઠાની અંબાલાલની આગાહી છે. એપ્રિલની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થયું હતું. ત્યારે હવે 10થી 12 એપ્રિલ દરમિયાન પલટાશે. 13 એપ્રિલે રાજ્યમાં પડી શકે વરસાદી છાંટા છે. અરબી સમુદ્રમાં ખતરનાક વાવાઝોડું સર્જાવાના પણ એંધાણ છે.જૂન મહિનામાં પણ રાજ્યમાં માવઠું થવાની આગાહી છે. આમ ગુજરાતની હાલ અગ્નિપરીક્ષા થઇ રહી છે. ગરમીની શરૂઆતમાં લોકો ત્રાહીમામ્ પોકારી ગયા છે.