Cucumber Raita Recipe : ઉનાળાની કાળઝાળ ગરમી કાકડીનું રાયતું બનાવવાની સરળ ટીપ્સ, 5 મિનિટમાં થઈ જશે તૈયાર
ઉનાળામાં લોકો અવનવી વાનગીઓ ટ્રાય કરતા હોય છે. ત્યારે જમવા સાથે લોકોને છાશ અને રાયતું ખાવાનું પણ પસંદ કરતા હોય છે. તો આજે સરળ રીતે કાકડીનું રાયતું કેવી રીતે બને તેની રેસિપી જણાવીશું.

ઉનાળામાં લોકો રાયતાનું સેવન કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે વિવિધ પ્રકારના રાયતા બનાવવામાં આવે છે. તો કાકડીનું રાયતું બનાવવા માટે મધ્યમ કદની કાકડી, દહીં, જીરું પાઉડર, લાલ મરચું, ખાંડ, મીઠું, કોથમીર, લીલું મરચું, તેલ , રાઈ સહિતની વસ્તુઓની જરુરત પડશે.

કાકડીનું રાયતું બનાવવા માટે સૌથી પહેલા કાકડીને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ કાકડીને છીણી લો. હવે કાકડીમાં રહેલુ વધારાનું પાણી કાઢી લો.

હવે એક બાઉલમાં દહીં લો અને તેને સારી રીતે ફેટી લો. જેથી દહીં સ્મૂધ થઈ જાય. હવે ફેંટેલા દહીમાં છીણેલી કાકડી ઉમેરો. તેમાં જીરું પાઉડર. ઉમેરો.

ત્યારબાદ લાલ મરચું પાવડર, ખાંડ, મીઠું અને ઝીણી સમારેલી કોથમીર, લીલું મરચું સહિતની વસ્તુઓ ઉમેરીને બરાબર મિક્સ કરો.

હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે આ વઘાર રાયતા પર નાખી દો. તમે ઈચ્છો તો તેમાં વઘારમાં લીલા મરચા પણ ઉમેરી શકો છો.

આ રાયતાને ઠંડુ કરવા માટે 10-15 મિનિટ ફ્રિજમાં મૂકો ત્યારબાદ તેને સર્વ કરી શકો છો. રાયતાને ભાત,ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકાય છે.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.



























































