IPLમાં ચીયરલીડર બનવા શું જરૂરી છે? જાણો કેવી રીતે થાય છે તેમની પસંદગી
સુંદર ચીયરલીડર્સ IPLમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચીયરલીડર્સનું ઉત્સાહી અને જુસ્સાદાર પ્રદર્શન મેચના વાતાવરણને વધુ રોમાંચક બનાવે છે. મેચ દરમિયાન હાથમાં પોમ-પોમ લઈને નાચતી અને ચીયરલીડર્સ મેચમાં ગ્લેમરનો તડકો લગાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ચીયરલીડર્સ બનવા માટે કયા ગુણો જરૂરી છે? અને તેમની સિલેક્શનની પ્રોસેસ શું છે? જાણો આ આર્ટીકલમાં.

IPL ચીયરલીડર બનવા માટે ફક્ત ડાન્સિંગ સ્કિલ જ નહીં, પણ આત્મવિશ્વાસ, સ્ટેજ પ્રેઝેન્સ અને મોટી ભીડ સામે પ્રદર્શન કરવાનો અનુભવ પણ જરૂરી છે. IPL ચીયરલીડર પસંદગી પ્રક્રિયામાં ઓડિશન, ઈન્ટરવ્યુ અને ઘણા બધા તબક્કાઓનો સમાવેશ થાય છે.

ચીયરલીડર બનવા માટે ચોક્કસ ગુણો અને કુશળતા હોવી જરૂરી છે. ચીયરલીડર બનવા માટે સૌથી પહેલા આકર્ષક વ્યક્તિત્વ (શરીર) જરૂરી છે. આ ભૂમિકા એવી છોકરીઓ માટે છે જેમનું વ્યક્તિત્વ આકર્ષક છે અને જેઓ સ્ટેજ પર સારું પ્રદર્શન કરી શકે છે.

IPL ચીયરલીડર બનવા માટે સારી ડાન્સિંગ સ્કિલ હોવી ખૂબ જ જરૂરી છે. સાથે જ ફેસ એક્સ્પ્રેસન અને પોઝની પણ સમજણ હોવી જરૂરી છે. અનેક પ્રકારના ડાન્સની સમજ જરૂરી છે, જેમ કે પોપ, હિપ-હોપ અને ભારતીય લોકનૃત્ય.

ચીયરલીડર્સ માટે ફિટ અને સ્વસ્થ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે સતત ડાન્સ કરવું પડે છે અને દરેક શરીરને આકર્ષક અને મજબૂત રાખવું પડે છે. ચીયરલીડર્સ માત્ર ડાન્સ કરવામાં જ પારંગત ન હોવી જોઈએ, પરંતુ તેમને મોટી ભીડ સામે આત્મવિશ્વાસથી પ્રદર્શન કરવાનો અનુભવ પણ હોવો જોઈએ. આ વ્યવસાય માટે આકર્ષક શરીર અને ઉત્તમ ડાન્સ કૌશલ્ય આવશ્યક છે.

આ ગ્લેમરસ પ્રોફેશનનો ભાગ બનવા માટે ચીયરલીડર્સે સિલેક્શન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને ઓડિશનનો સમાવેશ થાય છે. પસંદગી માટેના માપદંડો કડક છે, જેમાં ડાન્સ, ફિટનેસ, એક્સ્પ્રેસન, આત્મવિશ્વાસ અને સ્પીકિંગ સ્કિલ્સ પર ભાર મૂકવામાં આવે છે. આ માપદંડો ખાતરી કરે છે કે ચીયરલીડર્સ માત્ર સારું પ્રદર્શન જ નહીં પરંતુ ચાહકો અને મીડિયા સાથે અસરકારક રીતે જોડાઈ શકે છે.

IPL માટે ચીયરલીડર્સને હાયર કરતી એજન્સીઓ IPL ટીમ મેનેજમેન્ટ સાથે કામ કરતી હોય છે. સિલેક્શન પછી મેચ પ્રમાણે ટીમની જરૂરિયાત અનુસાર એજન્સીઓ ચીયરલીડર્સને ટીમ સાથે કામ કરવાનો કોન્ટ્રાક્ટ આપે છે. આ રીતે, તમે ચીયરલીડર્સનું સિલકેશન થાય છે અને અંતે આ સુંદર ચીયરલીડર્સ મેચમાં સ્ટેજ પર પર્ફોમ કરતી જોવા મળે છે. (All Photo Credit : X / INSTAGRAM)
IPL 2025ની શરૂઆત થઈ ચૂકી છે અને ટીમના ખેલાડીઓની સાથે ચીયરલીડર્સની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































