Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેપ્ટન બનતાની સાથે જ એમએસ ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે ! ચેન્નાઈમાં રમશે અંતિમ મેચ?

IPL 2025માં શનિવારે ચેન્નાઈના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટનશીપ કરશે એવી ચર્ચા છે. ધોની કપ્તાની કરશે એવી ખબરો સામે આવ્યા બાદ હવે એ અટકળો શરૂ થઈ ગઈ છે કે શું મહેન્દ્ર સિંહ ધોની IPLમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે?

| Updated on: Apr 05, 2025 | 4:53 PM
IPL 2025માં શનિવાર 5 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ તેના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. સતત બે મેચ હારી ચૂકેલી ચેન્નાઈની ટીમ દિલ્હી સામે જીત નોંધાવવા માંગશે. શનિવારની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમની કમાન સંભાળી શકે છે.

1 / 11
અચાનક આ મેચમાં ધોની કેપ્ટનશીપ કરે તેવી શક્યતા પછી ધોનીની નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. એવી આશંકા છે કે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈના દર્શકો (હોમ ક્રાઉડ) સામે છેલ્લીવાર રમી શકે છે, અને આ મેચ ધોનીની છેલ્લી IPL મેચ હોય શકે છે.

2 / 11
કેપ્ટન કૂલ તરીકે જાણીતા ધોની ગયા સિઝનમાં ઘૂંટણની ઈજા સાથે રમતા જોવા મળ્યા હતા. તે મેદાનમાં બરફના પેડનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરતો હતો. આ જ કારણ હતું કે 17મી સિઝનમાં તે સૌથી નીચલા ક્રમમાં બેટિંગ કરવા આવતો હતો, કારણ કે તેને રન બનાવવામાં મુશ્કેલી પડતી હતી. આ સિઝનમાં પણ ધોની નીચલા ક્રમમાં બેટિંગ કરવા આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ધોની તેના શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિવૃત્તિ લઈ શકે છે.

3 / 11
આ સિઝનમાં સતત બે હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે થોડા દિવસો પહેલા ધોનીની ફિટનેસ અંગે મોટું નિવેદન આપ્યું હતું. ફ્લેમિંગે કહ્યું હતું કે ધોની હવે પહેલાની જેમ લાંબા સમય સુધી સંપૂર્ણ લયમાં બેટિંગ કરી શકશે નહીં. આ કારણોસર, તેમનો બેટિંગ ક્રમ મેચની પરિસ્થિતિ અનુસાર નક્કી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઘરઆંગણે RCB સામેની હાર દરમિયાન ધોની 9 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, જેના કારણે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોએ તેની ભારે ટીકા કરી હતી.

4 / 11
આ પછી રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તે સાતમા નંબરે આવ્યો અને 11 બોલમાં 16 રન બનાવ્યા. જોકે, છેલ્લી ઓવરમાં આઉટ થવાને કારણે CSK 6 રનથી મેચ હારી ગયું. રાજસ્થાન સામેની હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ફિટનેસ વિશે કહ્યું હતું કે ધોનીના ઘૂંટણ હવે પહેલા જેવા નથી રહ્યા. તે હવે સતત 10 ઓવર સુધી ઝડપથી દોડી બેટિંગ કરી શકતો નથી. તે પોતાના શરીરને સમજે છે અને તે મુજબ ટીમમાં યોગદાન આપે છે.

5 / 11
IPLમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓમાં મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. તેણે અત્યાર સુધીમાં 267 મેચ રમી છે. એટલું જ નહીં, તેની ગણતરી IPLના સૌથી સફળ કેપ્ટનોમાં પણ થાય છે. તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે કુલ પાંચ વખત ટાઈટલ જીત્યું છે.

6 / 11
જો આપણે 2008 થી IPL રમી રહેલા ધોનીના બેટિંગ આંકડા પર નજર કરીએ તો તેણે 39.13ની એવરેજથી 5289 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 24 અડધી સદી આવી છે. આ દરમિયાન ધોનીની વિકેટકીપિંગ પણ ઉત્તમ રહી છે. તેણે 44 સ્ટમ્પ અને 152 કેચ પણ લીધા છે.

7 / 11
મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં CSKને 5 વખત IPL ચેમ્પિયન બનાવ્યું. પોતાની બેટિંગથી તેણે ટીમને ઘણી વખત યાદગાર જીત અપાવી. ધોનીની ગણતરી શ્રેષ્ઠ ફિનિશર તરીકે થાય છે. તેમણે ઘણી વખત તે સાબિત પણ કર્યું છે.

8 / 11
તમને જણાવી દઈએ કે IPLમાં ધોનીના નામે 3 મહાન રેકોર્ડ છે જે ભાગ્યે જ તૂટે છે. માહીએ IPLમાં સૌથી વધુ 226 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. તેના આ રેકોર્ડની નજીક પણ કોઈ નથી. આ યાદીમાં બીજા નંબરે રોહિત શર્મા છે જે હાલમાં કોઈ પણ ટીમનો કેપ્ટન નથી. રોહિતે IPLમાં 158 મેચોમાં કેપ્ટનશીપ કરી છે.

9 / 11
ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ 2023માં છેલ્લી વખત CSKને ચેમ્પિયન બનાવ્યું હતું. તે IPLમાં ટ્રોફી જીતનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન છે. જ્યારે તેણે બે વર્ષ પહેલાં CSKને ચેમ્પિયન બનાવ્યું ત્યારે તેની ઉંમર 42 વર્ષ અને 325 દિવસ હતી. તે સમયે માહીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલા CSK 2021માં પણ ધોનીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બન્યું હતું. તે સમયે ધોની 40 વર્ષનો હતો જે સૌથી મોટી ઉંમરના કેપ્ટનનો રેકોર્ડ હતો.

10 / 11
IPLમાં કેપ્ટન તરીકે મેચ જીતની સદી પૂર્ણ કરનાર ધોની એકમાત્ર ખેલાડી છે. પોતાની કેપ્ટનશીપ હેઠળ, ધોનીએ 133 મેચોમાં ટીમને જીત અપાવી છે. તેમણે 226 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી જેમાંથી 91 મેચમાં ટીમ હારી ગઈ હતી. 2019માં માહીએ કેપ્ટન તરીકે IPLમાં 100 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ અકબંધ છે. (All Photo Credit : PTI / X)

11 / 11

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ પાંચવાર ચેમ્પિયન બની ચૂક્યું છે. IPL 2025 ધોનીની છેલ્લી સિઝન હોય શકે છે? શું ધોની ફરીવાર CSKને ચેમ્પિયન બનાવી શકશે? મહેન્દ્રસિંહ ધોની સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ

અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા

અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે

શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો

HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?

સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !

એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી

26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">