મધ્યમવર્ગના લોકોના ત્રણથી પાંચ વર્ષના પગાર જેટલી રકમનું તો આ સેલિબ્રિટીઝને મહિનાનું વીજ બિલ આવે છે, આટલી રકમમાં તો ઘરનુ ઘર બની જાય
બોલિવૂડમાં ઘણી સેલિબ્રિટીના ઘર ઘણા મોટા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સેલિબ્રિટીઓ, દર મહિને કેટલું વીજળીનું બિલ ચૂકવે છે ? વીજ બિલનો આંકડો તમને ચોંકાવી દેશે. કારણ કે આ આંકડો સામાન્ય લોકોના ત્રણથી માંડીને પાંચ વર્ષના કૂલ પગાર જેટલી રકમ એક મહિનાનું વીજ બિલ આવે છે. જો બીજા શબ્દોમાં કહીએ તો, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘરનું ઘર બની જાય. ચાલો જોઈએ શાહરૂખ, સલમાન, દીપિકા કેટલું વીજળીનું બિલ ચૂકવે છે.


અભિનેતા શાહરૂખ ખાનનો 'મન્નત' બંગલો મુંબઈના બાંદ્રામાં આવેલો છે. આ લક્ઝુરિયસ બંગલામાં અનેક રૂમ અને આધુનિક સુખ સુવિધાઓ છે. આ બંગલા માટે શાહરૂખખાન દર મહિને 43 થી 45 લાખ રૂપિયાનું વીજળીનું બિલ ચૂકવે છે.

ગત સપ્તાહે રિલીઝ થયેલ ફિલ્મ 'છાવા' માટે ચર્ચામાં રહેલો અભિનેતા વિકી કૌશલ તેની પત્ની-અભિનેત્રી કેટરિના કૈફ સાથે મુંબઈમાં ચાર રૂમના ફ્લેટમાં રહે છે. એવું જાણવા મળે છે કે દંપતી દર મહિને 8 થી 10 લાખ રૂપિયાનું વીજળીનું બિલ ભરે છે.

અભિનેતા સલમાન ખાનનું 'ગેલેક્સી' એપાર્ટમેન્ટ બાંદ્રા વિસ્તારમાં આવેલું છે. તે આ એપાર્ટમેન્ટમાં તેના માતા-પિતા સાથે રહે છે. સલમાન ખાન દર મહિને 23 થી 25 લાખ રૂપિયાનું વીજળીનું બિલ ચૂકવે છે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો બંગલો જુહુમાં 'જલસા' નામે આવેલ છે. અમિતાભ બચ્ચન જલસા બંગલાનું દર મહિને રૂ. 22 થી 25 લાખનું વીજળીનું બિલ ચૂકવે છે.

અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈમાં ચાર રૂમના એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ દર મહિને રૂ. 13 થી 15 લાખનું વીજળી બિલ ચૂકવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેમની નાની દિકરી દુઆ પણ હવે બન્નેની સાથે આ એપાર્ટમેન્ટમાં જ રહે છે.

અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર મુંબઈના બાંદ્રામાં 'સદગુરુ શરણ' બિલ્ડિંગમાં રહે છે. તેમનું ઘર આ બિલ્ડિંગમાં બે માળ પર છે. આ માટે તેઓ દર મહિને 30 થી 32 લાખ રૂપિયાનું વીજળી બિલ ચૂકવે છે.

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે અભિનેતા આમિર ખાન મુંબઈમાં પોતાના એપાર્ટમેન્ટ માટે દર મહિને 9 થી 11 લાખ રૂપિયાનું વીજળીનું બિલ ચૂકવે છે.
બોલિવુડમાં રોજબરોજ કોઈને કોઈ સમાચાર સર્જાતા રહે છે. મનોરંજન જગતને સ્પર્શતા સમાચારો જાણવા માટે તમે બોલિવુડ ટોપિકને ક્લિક કરો.






































































