Surat Video : ઉમરખડી નજીક પિક અપ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતમાં આજે વહેલી સવારે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. માંડવી તાલુકાના ઉમરખડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતમાં આજે વહેલી સવારે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. માંડવી તાલુકાના ઉમરખડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પિક અપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા છે. તેમજ 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર લગ્નમાંથી પરત આવતા સમયે અકસ્માત સર્જાયો હતો. 3 ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. 9 લોકો વધુ ઈજાગ્રસ્ત થતા માંડવી રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
જામનગર – ખંભાળિયા હાઈવે પર સર્જાયો અકસ્માત
બીજી તરફ જામનગર-ખંભાળિયા હાઈવે પર પણ અકસ્માત સર્જાયો છે. સિક્કા પાટીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રકે બે વ્યક્તિને અડફેટે લીધા હતા જેના પગલે બંને વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે

ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
