વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે તે ખાસ દિવસ છે જ્યારે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો, જેને તમે ખૂબ પ્રેમ કરો છો. 14મી ફેબ્રુઆરીનો વેલેન્ટાઈન ડે પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. કોઈ પોતાના લવ પાર્ટનર માટે આ દિવસને ખાસ બનાવવા માંગે છે, તો ઘણા લોકો પોતાની લાગણી વ્યક્ત કરે છે.
વેલેન્ટાઈન ડેની શરુઆત રોમથી થઈ હતી, પરંતુ હવે ભારતમાં પણ આ પ્રેમના દિવસને યંગસ્ટર્સ સેલિબ્રેટ કરે છે. વેલેન્ટાઈન ડે વિશે જાણવા મળેલી સ્ટોરી મુજબ રોમના રાજા ક્લાઉડિયસના સમયમાં એક પાદરી રહેતો હતો જેનું નામ સંત વેલેન્ટાઈન હતું. તે પ્રેમને પ્રોત્સાહન આપતો હતો, પરંતુ રાજાને આ પસંદ ન હતું કારણ કે તે માનતો હતો કે પ્રેમ લોકોનું ધ્યાન દૂર કરે છે અને તે સેનામાં જોડાતા ડરતો હતો.
તેથી ક્લાઉડિયસે સૈનિકોના લગ્ન પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે સંત વેલેન્ટાઈનને આ વાતની જાણ થઈ તો તેને તેનો વિરોધ કર્યો, ત્યારબાદ રાજાએ તેને મૃત્યુદંડની સજા સંભળાવી. સંત વેલેન્ટાઈનના મૃત્યુ પછી, તેમની યાદમાં વેલેન્ટાઈન ડેની શરૂઆત કરવામાં આવી હતી.