મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘું છે આ ગુજરાતી ક્રિકેટરનું ઘર, 187 તો ખાલી રુમ છે, જુઓ ફોટો
ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે.ગુજરાતી પૂર્વ ક્રિકેટરનું ઘર મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતા પણ ખુબ મોંઘું છે. તેમજ તે બ્રિટનના રાજા ચાર્લ્સના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસ કરતા ચાર ગણું મોટું છે. આ મહેલમાં 187 તો ખાલી રુમ છે.

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, કેપ્ટન રોહિ શર્મા, પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની નેટવર્થ અરબો રુપિયામાં છે. પરંતુ એક એવો ક્રિકેટર છે જે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી પરંતુ દેશના સૌથી અમીર બિઝનેસમેન અંબાણીના ઘર એન્ટિલિયા કરતા પણ મોંઘા ઘરમાં રહે છે.

સમરજીત સિંહ ગાયકવાડ વંશના છે. તે મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતા પણ મોંઘા ઘરમાં લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવન જીવે છે. તેના ઘરની કિંમત અંદાજે 25 હજાર કરોડ રુપિયા છે. આ મહેલ બનાવતા 12 વર્ષનો સમય લાગ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સમરજીત સિંહ ગાયકવાડ રોયલ પરિવારમાંથી આવે છે.25 એપ્રિલ1967ના રોજ જન્મેલા સમરજીત સિંહ ગાયકવાડ ગુજરાતના બરોડાના રાજા છે. તે ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

સમરજીત સિંહે તેમના પિતા મહારાજા રણજીત સિંહ પ્રતાપ સિંહ ગાયકવાડના મૃત્યુ પછી ગાદી સંભાળી હતી. 2012 માં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે તેમને સત્તાવાર રીતે મહારાજા જાહેર કરવામાં આવ્યા હતા.

સમરજીત સિંહને 2013માં થયેલા કરાર હેઠળ ગાયકવાડ પરિવારની મિલકત અને મહેલ વારસામાં મળ્યો હતો. ત્યારથી તે પોતાના પરિવાર સાથે અહીં રહે છે.

સમરજીત સિંહના લગ્ન 2002માં થયા હતા. તેમને 2 દકરીઓ છે. મોટી દીકરી યુકેમાં અભ્યાસ કરી રહી છે. તો બીજી દીકરી પણ અભ્યાસ કરી રહી છે.આ મહેલ ચાર માળનો છે અને લગભગ 700 એકરમાં ફેલાયેલો છે. આ મહેલમાં 170 રૂમ ફક્ત મહારાજા અને રાણી માટે બનાવવામાં આવ્યા છે.મહેલની ચારેબાજુ બગીચા આવેલા છે.

એક રિપોર્ટ મુજબ લક્ષ્મી વિલાસ પેલેસની અંદાજિત કિંમત 25000 કરોડ રૂપિયાથી વધુ છે. મુકેશ અંબાણીની એન્ટિલિયાની કિંમત 15000 કરોડ રૂપિયા છે.
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વડોદરાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
