Property Dispute: ભારતીય કાયદા અનુસાર કેટલી જૂની બિલ્ડીંગને જોખમી જાહેર કરી શકાય?
Propert Dispute: આપણામાંથી અનેક લોકોને એ સવાલ થતો હશે કે કોઈ ઈમારત કેટલી જૂની હોય તો તેને ભયજનક ઈમારત જાહેર કરી શકાય છે. કઈ ઈમારતને ભયજનક ઘોષિત કરી શકાય તેના વિશે શું કહે છે ભારતીય કાયદો અને શું હોય છે જોગવાઈ તે વિશે આજે અહીં ચર્ચા કરીશુ.

ભારતીય કાયદા અનુસાર, કોઈ બિલ્ડિંગને ખતરનાક (Dangerous Building) જાહેર કરવાની કોઈ એક નિશ્ચિત સમયસીમા ન હોય. જો બિલ્ડિંગ બિસમાર બની હોય અને ભયજનક સ્થિતિમાં હોય તેને ખતરનાકની શ્રેણીમાં મુકવામાં આવે છે. સામાન્ય રીતે 30 થી 35 વર્ષ જૂની બિલ્ડીંગ્સની તપાસ કરવામા આવે છે કે તે રહેવા અથવા વપરાશ માટે સલામત છે કે નહીં. કોઈપણ ઈમારતને ભયજનક જાહેર કરવા માટે કાયદાકીય જોગવાઈ હોય છે.

મ્યુનિસિપલ લો મુજબ નગર નિગમ અધિનિયમ(જેમ કે, મુંબઈમાં BMC Act, 1888, દિલ્હીમાં DMC Act, 1957) હેઠળ, જો કોઈ બિલ્ડિંગ માળખાકીય રીતે નબળી હોય, તો તેને ખતરનાક જાહેર કરી શકાય છે. નગરપાલિકા અધિકારીઓ દ્વારા એન્જિનિયરોની રિપોર્ટના આધારે તેને તોડી પાડવાનો (Demolition) હુકમ આપવામાં આવી શકે છે.

બિલ્ડિંગ બાયલોઝ (Building By-laws)- રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓના બાંધકામ નિયમો અનુસાર, જો કોઈ બિલ્ડિંગ જર્જરીત (Dilapidated) હોય અને આસપાસના લોકો માટે જીવનું જોખમ હોય તો તેને ભયજનક જાહેર કરી શકાય છે.

કારખાના અધિનિયમ, 1948 (Factories Act, 1948)- જો કોઈ ઔદ્યોગિક ઈમારત અથવા ફેક્ટરી જૂની અને અસુરક્ષિત છે, તો તેને ખતરનાક ગણવામાં આવી શકે છે. ભાડુઆત નિયંત્રણ કાયદો (Rent Control Act)- ઘણીવાર ભાડૂઆત અત્યંત જૂની ઈમારતોમાં રહે છે જેને માલિક ભયજનક જાહેર કરાવી તોડી પાડવા માંગે છે. તેના માટે નગરપાલિકાની મંજૂરી આવશ્યક હોય છે.

ખતરનાક બિલ્ડિંગ જાહેર કરવાની પ્રક્રિયા અતર્ગત તેની માળખાકીય ચકાસણી (Structural Audit)કરવામાં આવે છે. સામાન્ય રીતે 30 વર્ષ કે તેથી વધુ જૂની બિલ્ડિંગ માટે માળખાકીય ઓડિટ જરૂરી બની શકે છે. નિષ્ણાતો દ્વારા તેનું મજબૂતી અને સલામતી માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. જે બાદ નોટિસ જારી કરવામાં આવે છે. જો કોઈ બિલ્ડિંગ ખતરનાક સાબિત થાય, તો સ્થાનિક તંત્ર અથવા નગરપાલિકા નોટિસ જારી કરી શકે. જાળવણી અથવા તોડી પાડવાની પ્રક્રિયા: જો મરામત શક્ય ન હોય, તો બિલ્ડિંગ ખાલી કરાવી તેને તોડી પાડવાનો હુકમ થઈ શકે.

કયા કારણોસર બિલ્ડિંગને ખતરનાક માનવામાં આવે? બિલ્ડિંગની છત, દીવાલો અથવા જમીન નબળી થઈ ગઈ હોય. તેમા તીરાડો (Cracks) પડી હોય કે ઝોક (Tilt) દેખાવા લાગે, પાયા (Foundation) નબળા પડી હોય, પાણી અથવા ભેજ (Dampness) ને કારણે ઢાંચો ખરાબ થઈ ગયો હોય કે ભૂકંપ કે અન્ય કુદરતી આપત્તિઓથી પ્રભાવિત થઈ હોય તો તેને ભયજનકની શ્રેણીમાં મુકી શકાય.

ભારતીય કાયદા અનુસાર, કોઈ બિલ્ડિંગને માત્ર તે જૂની હોવાના આધારે ભયજનક જાહેર કરી શકાતી નથી, પરંતુ તેની માળખાકીય સ્થિતિને જોવામાં આવે છે. સામાન્ય રીતે 30-50 વર્ષથી જૂની બિલ્ડિંગ્સનું નિરીક્ષણ કરવામાં આવે છે, અને જો તે અસુરક્ષિત હોય, તો તેને નગરપાલિકા દ્વારા ખતરનાક જાહેર કરી તોડી પાડવાનો હુકમ આપવામાં આવી શકે.

જો કોઈ વ્યક્તિ જૂની બિલ્ડિંગમાં રહે છે અને તેને ખતરનાક જાહેર કરવાની નોટિસ મળે, તો તેના માળખાકીય ઓડિટની માગ થઈ શકે છે અથવા વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા માટેની અરજી પણ કરી શકાય છે.

































































