Junagadh : ચૂંટણીના પરિણામ બાદ થયેલી બબાલમાં પોલીસે કોંગ્રેસ- AAPના ઉમેદવાર સામે નોંધ્યો ગુનો, જુઓ Video
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ગઈકાલે જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં વિજય સરઘસ મુદ્દે બલાલ થઈ હતી. આ ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ગઈકાલે જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં વિજય સરઘસ મુદ્દે બલાલ થઈ હતી. આ ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે ગુનો નોંધ્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 22 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરજ રુકાવટ, હુલ્લડ સહિતના મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કોંગ્રેસ- AAPના ઉમેદવાર સામે નોંધ્યો ગુનો
કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજાએ ટેબલ મારતા પોલીસકર્મીને ઈજા થઈ હતી. મહિલા પોલીસકર્મીને માથાના ભાગે ઈજા થઈ હતી. AAPના હારેલા ઉમેદવાર રજાક હાલા સહિતના લોકોએ બબાલ કરી હતી. કોંગ્રેસની પેનલ વિજેતા બનતા વિજય સરઘસ નીકળ્યું હતું. ચિત્તાખાના ચોક નજીક કોંગ્રેસ-AAP વચ્ચે બબાલ થઈ હતી. તેમજ પોલીસે અનેક શખ્સોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે.