Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના બાબર આઝમને પછાડી ભારતનો શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે ફરી એકવાર પોતાની કારકિર્દીમાં ODI રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે નવીનતમ ICC રેન્કિંગમાં નંબર 1 બની ગયો છે. તેણે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને પછાડ્યો છે.

| Updated on: Feb 19, 2025 | 4:02 PM
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે ODI રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે લેટેસ્ટ ICC રેન્કિંગમાં નંબર 1 બની ગયો છે. ગિલે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને પછાડ્યો છે. શુભમન ગિલ 796 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર પહોંચ્યો છે, જ્યારે બાબર આઝમ 773 રેટિંગ સાથે બીજા સ્થાને સરકી ગયો છે.

1 / 5
બાબર આઝમ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રિકોણીય શ્રેણીમાં નિષ્ફળ ગયો હતો, જેના કારણે તેને લેટેસ્ટ ICC રેન્કિંગમાં નુકસાન થયું છે. બીજી તરફ શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 2 અડધી સદી અને એક સદી ફટકારી હતી.

2 / 5
શુભમન ગિલે વર્ષ 2019 માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને આ ખેલાડીએ અત્યાર સુધીમાં ફક્ત 50 ODI મેચ રમી છે અને આટલી ઓછી મેચોમાં જ આ ખેલાડી નંબર 1 ના સ્થાન પર પહોંચી ગયો છે. શુભમન ગિલે 60 થી વધુની સરેરાશથી 2587 રન બનાવ્યા છે. જેમાં ગિલે 7 સદી અને 15 અડધી સદી ફટકારી છે. ગિલે વનડે ક્રિકેટમાં બેવડી સદી પણ ફટકારી છે. ગિલ વનડેમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ખેલાડી પણ છે. આ જ કારણ છે કે ગિલ નંબર 1 ODI બેટ્સમેન બનવાને લાયક છે.

3 / 5
શુભમન ગિલ 2023ના નવેમ્બર મહિનામાં પણ નંબર 1 ODI બેટ્સમેન બન્યો હતો, પરંતુ બાબરે ગિલ પાસેથી નંબર 1 નું સ્થાન છીનવી લીધું. હવે ફરી એકવાર ગિલ બાબરને હરાવવામાં સફળ રહ્યો છે. જોકે, આ રેન્કિંગ જાળવી રાખવા માટે શુભમન ગિલને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવું પડશે. ગિલ હાલમાં સારા ફોર્મમાં છે અને જો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વધુ રન બનાવશે તો તે બાબરથી ઘણો આગળ નીકળી જશે.

4 / 5
લેટેસ્ટ ODI રેન્કિંગમાં શુભમન ગિલ પ્રથમ સ્થાને છે, જ્યારે બાબર આઝમ બીજા સ્થાને છે. રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. હેનરિક ક્લાસેન એક સ્થાન ઉપર આવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ પાંચમા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી છઠ્ઠા નંબર પર છે. હેરી ટેક્ટર સાતમા અને ચરિત અસલંકા આઠમાં સ્થાને છે. શ્રેયસ અય્યર નવમા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે શે હોપ 10મા નંબરે છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં તમામની નજર તેના પર રહેશે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">