મૃત્યુ પછી આત્મા સ્વર્ગ અને નરકમાં કેટલા દિવસ રહે છે ? જાણો
સનાતન ધર્મના શાસ્ત્ર અનુસાર આત્માનું સ્વર્ગ કે નરકમાં રહેવા પર કર્મો પર આધાર રાખે છે. તેનો કોઈ ચોક્કસ સમય હોતો નથી પરંતુ આ તે ભોગવેલા પુણ્ય કે પાપ અનુસાર બદલાય છે.

સ્વર્ગ કે નરકમાં આત્મા કેટલા દિવસ રહે છે તેના વિશે જાણીએ. જો કોઈ વ્યક્તિએ સારા કર્મ કર્યા છે. તો મૃત્યુ બાદ તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. જ્યાં સુધી તેના સારા કાર્યોના ફળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ત્યાં જ રહે છે. જ્યારે પુણ્ય ખતમ થઈ જાય છે, ત્યારે વ્યક્તિએ ફરીથી પૃથ્વી પર જન્મ લેવો પડે છે.

શાસ્ત્રોમાં વર્ણન: શ્રીમદ ભાગવત ગીતા (9.20-21)ના અનુસાર દેવતાઓની પૂજા કરનારા લોકો સ્વર્ગમાં જાય છે, પરંતુ જ્યારે સદગુણ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તેઓ ફરીથી આ મૃત્યુ લોકમાં જન્મ લે છે.

જો વ્યક્તિએ પાપનું કર્મ કર્યું છે. તો મૃત્યુ બાદ તેને યમલોકમાં સ્થાન મળે છે. જ્યાં તેને નરકમાં દંડ ભોગવવો પડે છે. આ સમય તેના પાપોની ગંભીરતા અનુસાર અલગ અલગ હોય છે. ગરુડ પુરાણ અને અન્ય ધર્મશાસ્ત્રો અનુસાર નરકમાં અનેક પ્રકારના ત્રાસ આપવામાં આવે છે. જ્યારે પાપોની સજા પૂર્ણ થાય છે, ત્યારે આત્માને પુનર્જન્મ માટે મોકલવામાં આવે છે.

જ્યારે આત્માના પુણ્ય કે પાપ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તે તેના કર્મો અનુસાર નવા શરીરમાં જન્મ લે છે. પુનર્જન્મનું આ ચક્ર આત્માને મુક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહે છે. વેદો અને ગીતામાં કહેવામાં આવ્યું છે કે, જે આત્મા ભગવાનના પરમ ધામ (મોક્ષ)ની પ્રાપ્ત કરી લે છે. તો ફરી જન્મ-મૃત્યુના ચક્રમાં આવતી નથી.

ટુંકમાં સ્વર્ગ કે નરકમાં રહેવાનો કોઈ ચોક્કસ સમય નથી. આ વ્યક્તિના પુણ્ય અને પાપો પર નિર્ભર કરે છે. પુર્ણય સમાપ્ત થવા પર સ્વર્ગથી ફરી જન્મ લેવો પડે છે. પાપોનો દંડ પૂર્ણ થવા પર નરકમાંથી ફરી નવો જન્મ મળે છે. મોક્ષ પ્રાપ્ત કરવા પર પુનજન્મ મળતો નથી.
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































