Travel Tips : વીકએન્ડમાં ફરવા માટે બેસ્ટ છે એલિફન્ટાની સુંદર ગુફાઓ, જાણો કઈ રીતે પ્લાન બનાવવો

જો તમે મુંબઈ ફરવાનું વિચારી રહ્યા છો, તો એલિફન્ટાની ગુફાઓ જવાનું ભૂલશો નહીં.જો તમારે અહીં જવું હોય તો અમે તમને જણાવી દઈએ કે આ ગુફાઓ સુધી પહોંચવા માટે તમારે ગેટવે ઓફ ઈન્ડિયાથી બોટની સવારી કરવી પડશે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે એલિફન્ટની ગુફાની મુલાકાત લઈ શકો છો.

| Updated on: Dec 19, 2024 | 12:44 PM
 જો તમે મુંબઈ જવાનો પ્લાન બનાવી રહ્યા છે. અહિ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. તમે આ એક સ્થળની પણ ખાસ મુલાકાત લેજો. એલિફન્ટાની ગુફા કઈ રીતે પહોંચવી જાણો તેના વિશે સમગ્ર માહિતી.

1 / 7
આપણા દેશનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ રહ્યો છે. તેથી, અહીં મુલાકાત લેવા માટે અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. સુંદર મહેલ, કિલ્લા અને મંદિરો સિવાય અહિ અનેક પ્રાચીન ગુફાઓ પણ આવેલી છે.

2 / 7
જો તમે પણ એલિફન્ટાની ગુફાની મુલાકાત લેવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમને જણાવીએ તમે કેવી રીતે એલીફન્ટાની ગુફા પહોંચી શકશો. જો તમે ટ્રેકિગના શૌખીન છો તો તમારા માટે આ સ્થળ બેસ્ટ છે.

3 / 7
તમને જણાવી દઈએ કે, આ એલીફન્ટાની ગુફા મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ગેટવે ઓફ ઈન્ડિયાથી અંદાજે 10 કિલોમીટર દુર આવેલી છે,એલિફન્ટામાં કુલ 7 ગુફા છે. જે ભગવાન શિવને સમર્પિત છે.

4 / 7
આ ગુફા 60 હજાર વર્ગ ફીટના વિસ્તારમાં ફેલાયેલી છે. તમને જણાવી દઈએ કે, 7 ગુફાઓમાંથી 5 ગુફાઓ હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે.આ સિવાય 2 ગુફા બૌદ્ધ ધર્મની છે. અહિ મુખ્ય ગુફામાં કુલ 26 સ્તંભ છે.

5 / 7
અહીં જવાનો સમય સવારે 9.30 થી સાંજના 5.30 સુધીનો છે. પ્રથમ ફેરી ગેટવે ઓફ ઈન્ડિયાથી સવારે 9 વાગ્યે નીકળે છે અને એક કલાકમાં પહોંચી જાય છે. છેલ્લી ફેરી બપોરે 2 વાગ્યે ઉપડે છે. પ્રથમ ફેરી બપોરે 12 વાગ્યે અને છેલ્લી સાંજે 5.30 વાગ્યે પરત ફરે છે. એક કલાકની મુસાફરી કર્યા પછી, તમારે અડધા કલાક માટે ટ્રેકિંગ કરવું પડશે. તે મુજબ તમારી સફરની યોજના બનાવો, જેથી તમે છેલ્લી બોટ ચૂકી ન જાઓ.

6 / 7
આઈલેન્ડ પર પહોંચ્યા પછી, તમે કાં તો ચાલી શકો છો અથવા ટોય ટ્રેનમાં બેસી શકો છો. તેનું ભાડું 10 રૂપિયા પ્રતિ રાઈડ છે.તમને જણાવી દઈએ કે, સોમવારના દિવસે જો તમે એલિફન્ટાની ગુફાએ જવાનો પ્લાન બનાવી રહ્યા હોય, તો ન જતા કારણ કે, સોમવારના રોજ એલિફન્ટાની ગુફા બંધ હોય છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">