Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : જલદી બનાવી લો કેદારનાથ-બદ્રીનાથ જવાનો પ્લાન, મંદિરોના કપાટ આ તારીખે બંધ થશે

ઉત્તરાખંડ સ્થિત ચારધામ યાત્રાનું મહત્વ ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર માટે ખુબ ખાસ છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે ચારધામ યાત્રા માટે ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના પવિત્ર ધામોમાં દર્શન માટે પહોંચી જતા હોય છે.

| Updated on: Oct 22, 2024 | 5:59 PM
ઉત્તરાખંડમાં સ્થિત ચારધામ યાત્રાનું મહત્વ ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર માટે ખુબ ખાસ છે. દરેક લોકોનું સપનું હોય છે કે, તેમના માતા-પિતાને એક વખત ચારધામ યાત્રા પર જરુર મોકલે. ત્યારે કેટલાક લોકોનું એવું સપનું હોય છે એક વખત કેદારનાથમાં મહાદેવના દર્શન કરવા.

1 / 5
 જો તમારું પણ આવું સપનું છે તો જલ્દી પરિવાર સાથે કે પછી મિત્ર સાથે પ્લાન બનાવી લો. આ તારીખ પહેલા દર્શન કરી લો, કપાટ બંધ થયા બાદ ભક્તો આવતા વર્ષે એપ્રિલ-મે મહિના સુધી ચારધામની યાત્રા માટે કપાટ ખુલે તેની રાહ જોવી પડશે.

2 / 5
 કારણ કે, ચારધામના કપાટ બંધ થવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. ગંગોત્રીના કપાટ 1 નવેમ્બર, તુંગનાથ ધામ 4 નવેમ્બર, બદ્રીનાથ ધામના કપાટ 17 નવેમ્બર અને કેદારનાથના કપાટ 3 નવેમ્બરના રોજ બંધ થઈ રહ્યા છે.

3 / 5
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે, જેથી યાત્રાળુઓની સલામતી અને આરોગ્ય સુનિશ્ચિત કરી શકાય.  જો તમારે ચારધામની યાત્રા પર જવું છે તો તમારે અમદાવાદથી દિલ્હી સુધી ફ્લાઈટ કે પછી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. ત્યારબાદ હરિદ્વારથી આગળ ચારધામ યાત્રા માટે તમને બસ કે પછી પ્રાઈવેટ ટેક્સી કરી શકો છો.

4 / 5
ચાર ધામ એક પવિત્ર ધાર્મિક સ્થળમાંથી એક છે. અહિ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. તમને જણાવી દઈએ કે, 20 ઓક્ટોબરના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ પણ આ પવિત્ર સ્થળ પર દર્શન કર્યા હતા.અને કહેવામાં આવી રહ્યું છે કે, અંદાજે 5 કરોડ રુપિયાનું દાન પણ કર્યું છે,

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">