19 વર્ષની જિમ્નાસ્ટ બની માલામાલ, ફોટાથી કમાઈ લાખો રુપિયા, 1 નિયમે બદલ્યું નસીબ
અમેરિકાએ તાજેતરમાં તેના એક મુખ્ય નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી ઘણા ખેલાડીઓના જીવન પર અસર પડી છે.


અમેરિકાની ટોચની જિમ્નાસ્ટ માત્ર 19 વર્ષની વયે કરોડપતિ બની ગઈ છે. અમેરિકાના જિમ્નાસ્ટ ફેડરેશને તેના એક મોટા નિયમોમાં ફેરફાર કર્યો, જેના પછી કોલેજમાં અભ્યાસ કરતી ઓલિવિયા ડૂન અમીર બની ગઈ છે. ઓલિવિયા તેના ફોટોથી લાખો રૂપિયા કમાઈ રહી છે.(Olivia Duune Instagram)

ઓલિવિયા સોશિયલ મીડિયા influencer છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 2.6 મિલિયન (26 લાખ) અને ટિકટોક પર (50 લાખ) ફોલોઅર્સ છે. આ ફોલોઅર્સને કારણે ઓલિવિયા બ્રાન્ડને પ્રમોટ કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. જો કે, થોડા સમય પહેલા સુધી તે આવુ કરી શકી ન હતી.(Olivia Duune Instagram)

અમેરિકાના નિયમો અનુસાર કોઈપણ કોલેજ કે સ્કૂલ તેના એથ્લેટને પૈસા આપી શકતી ન હતી. તેમ જ આ ખેલાડીઓને અન્ય કોઈ રીતે પૈસા કમાવવાની છૂટ નહોતી. જો કે, તાજેતરમાં આ નિયમ બદલવામાં આવ્યો હતો, જે મુજબ જિમ્નેસ્ટ રમતગમત સિવાયના કોઈપણ માધ્યમથી કમાણી કરી શકે છે.

આ કારણે ઓલિવિયાને સોશિયલ મીડિયાથી કમાણી કરવાની તક મળી છે. તે ખૂબ જ હોટ, ફિટ છે અને તેથી જ ઘણી કપડાની બ્રાન્ડ્, ફિટનેસ બ્રાન્ડ્સ તેની સાથે તેમના પ્રમોશન કરે છે.અહેવાલ અનુસાર, તે એક પોસ્ટ માટે એક લાખ સુધી ચાર્જ લે છે.

ઓલિવિયા વર્ષ 2017માં યુએસ નેશનલ જિમનાસ્ટ ટીમનો ભાગ હતી. તે લ્યુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટી માટે રમે છે. હાલમાં તે ઈસ્ટર્ન નેશનલ એકેડમીમાં તાલીમ લે છે. (All PHOTO Olivia Duune Instagram)






































































