Ahmedabad : સરકાર અને AMC વચ્ચે સંકલનનો અભાવ, ખાડિયા સ્થિત મીની સિવિલ ફેરવાઈ અર્બન હેલ્થ સેન્ટરમાં,જુઓ Video
અમદાવાદમાં શહેરની મીની સિવિલ હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટરમાં ફેરવવામાં આવી છે. સરકાર અને AMCના સંકલનના અભાવે હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટરમાં ફેરવાઈ ગઈ છે. ખાડિયામાં સ્થિત હોસ્પિટલ 13 વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી.
અમદાવાદમાં શહેરની મીની સિવિલ હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટરમાં ફેરવવામાં આવી છે. સરકાર અને AMCના સંકલનના અભાવે હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટરમાં ફેરવાઈ ગઈ છે. ખાડિયામાં સ્થિત હોસ્પિટલ 13 વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી. પરંતુ 3 મહિના પહેલા જ હોસ્પિટલના સમારકામની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
સરકારે સિવિલ હોસ્પિટલમાંથી તબીબો ફરજ પર મુકવા ના પાડી હતી. જેના પગલે સરકારની ના બાદ AMC દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ઊભું કરાયું છે. 3.18 કરોડના ખર્ચે AMCએ અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યું છે. ખાડિયા આરોગ્ય કેન્દ્રનું આજે લોકાર્પણ કરાશે.
મીની સિવિલ ફેરવાઈ અર્બન હેલ્થ સેન્ટરમાં
મહત્વનું છે કે અમદાવાદના ખાડિયામાં આવેલી આ હોસ્પિટલ 13 વર્ષ પહેલા બંધ થઈ હતી. જેના પગલે તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતુ જે 3 મહિના પહેલા જ હોસ્પિટલનું સમારકામની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સરકારના બાદ AMC દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ઊભું કરાયું છે. જેનું લોકાર્પણ આજે કરાશે.