Vadodara : નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં, પાલિકાના કર્મચારી પાસેથી પડાવ્યા 20 હજાર, જુઓ Video
વડોદરામાંથી ફરી એક વાર નકલી પોલીસ ઝડપાયો છે. નકલી પોલીસે પાલિકાના કર્મચારી પાસેથી જ 20 હજાર પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરાના તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફના રોડ પર ઘટના બની હતી. અહીં કેમ આવ્યા કહી પાલિકાના કર્મી અને મિત્રને ધમકાવ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો પણ મળી આવવાના કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે વડોદરામાંથી ફરી એક વાર નકલી પોલીસ ઝડપાયો છે. નકલી પોલીસે પાલિકાના કર્મચારી પાસેથી જ 20 હજાર પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં
વડોદરાના તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફના રોડ પર ઘટના બની હતી. અહીં કેમ આવ્યા કહી પાલિકાના કર્મી અને મિત્રને ધમકાવ્યા હતા. ખોટા ધંધામાં નામ ન લાવવું હોય તો વ્યવહાર કરવો પડશેની ધમકી આપી હતી. મકરપુરા પોલીસે સમગ્ર મામલે 2 ગઠિયાઓને ઝડપી પાડ્યા હતા. નકલી પોલીસ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Videos