28 March 2025

આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!

Pic credit - google

શુક્રવારે બજાર ખુલતાની સાથે જ એક શેરમાં તોફાની તેજી જોવા મળી હતી. આ શેર BSEનો છે જે ઓપનિંગ માર્કેટમાં જ 14 ટકા વધ્યો હતો.

Pic credit - google

BSEનો શેર 14 ટકાના વધારા સાથે  રૂ.5340 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Pic credit - google

NSE દ્વારા ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O)ની માસિક અને સાપ્તાહિક એક્સપાયરી બદલ્યા બાદ BSE શેરમાં આ વધારો થયો છે.

Pic credit - google

NSEએ હવે ગુરુવારથી સોમવાર સુધી એક્સપાયરી શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે BSEના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

Pic credit - google

અગાઉ 4 માર્ચના રોજ, NSEએ કહ્યું  હતું કે આ પરિપત્ર 4 એપ્રિલ, 2025થી લાગુ થશે અને તમામ હાલના કોન્ટ્રાક્ટની સમાપ્તિને 'નવા એક્સપાયરી ડે' તરીકે 3 એપ્રિલ સુધી સુધારવામાં આવશે.

Pic credit - google

દરમિયાન, BSE શેર્સ પણ સમાચારમાં છે કારણ કે એક્સચેન્જના બોર્ડની બેઠક રવિવાર, 30 માર્ચે બોનસ શેર અંગેની દરખાસ્ત પર ચર્ચા કરવા માટે મળશે.

Pic credit - google

જો જાહેરાત કરવામાં આવે, તો 2022 પછી સ્ટોક એક્સચેન્જ દ્વારા આ બીજો બોનસ ઈશ્યૂ હશે. સ્ટોક એક્સચેન્જે માર્ચ 2022માં 2:1ના રેશિયોમાં બોનસની જાહેરાત કરી હતી.

Pic credit - google

આનો અર્થ એ થયો કે જો BSE શેરધારકો પાસે પહેલેથી જ એક સ્ટોક હોય, તો તેમને બે વધારાના નવા શેર મળ્યા હતા.

Pic credit - google

MOFSL ને BSE પર 'બાય' રેટિંગ છે. બ્રોકરેજ અપેક્ષા રાખે છે કે આ સ્ટૉકમાં હજુ પણ શાનદાર તેજી બાકી છે.

Pic credit - google

નોંધ: કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની મદદ લેવી.

Pic credit - google