Video : 33 હજાર કરોડના માલિકે ‘લોર્ડ શાર્દૂલ’ સામે જોડ્યા હાથ, ઝૂકીને કરી સલામ
LSG ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોયેન્કાએ પણ ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને નમન કર્યું, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે લખનૌ સુપર જાયન્ટ્સને વિજય અપાવ્યો હતો. શાર્દુલ સાથેનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેને બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.

IPL 2025ની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે પાંચ વિકેટથી પરાજય થયો. આ જીતના હીરો શાર્દુલ ઠાકુર અને નિકોલસ પૂરન હતા. પૂરને 26 બોલમાં 70 રન બનાવ્યા જ્યારે શાર્દુલે 34 રન આપીને ચાર વિકેટ લીધી. આ જીત પછી, ટીમના માલિક સંજીવ ગોએન્કા પણ ખૂબ ખુશ દેખાતા હતા. જીત પછી તેમણે ખેલાડીઓને ગળે લગાવ્યા. મોટી વાત એ હતી કે શાર્દુલ ઠાકુરને ગળે લગાવતા પહેલા તેમણે નમન કરીને તેનું અભિવાદન કર્યું. આ જોઈને શાર્દુલ પણ હસવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સંજીવ ગોએન્કાએ શાર્દુલનું અભિવાદન કર્યું
રસપ્રદ વાત એ છે કે, 2025ની IPL હરાજીમાં શાર્દુલ વેચાયો ન હતો, પરંતુ LSG બોલિંગ યુનિટમાં ઈજાઓને કારણે છેલ્લી ઘડીએ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ સામેની પહેલી મેચમાં બે વિકેટ લીધા બાદ, તેણે હૈદરાબાદમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું. મેચ પછી LSG ના માલિક સંજીવ ગોએન્કા, જેમની કુલ સંપત્તિ 33 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે શાર્દુલ સમક્ષ નમન કર્યું, તેને માન આપ્યું અને ગળે લગાવ્યો.
Our Chairman, Dr. Sanjiv Goenka, extends heartfelt congratulations to the team on their first win, and encourages to focus on giving the best pic.twitter.com/9ckEd6J6MF
— Lucknow Super Giants (@LucknowIPL) March 28, 2025
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો
બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હોવા છતાં હરાજીમાં કોઈ ખરીદદાર ન મળ્યા બાદ શાર્દુલે એસેક્સ સાથે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવાની તૈયારી શરૂ કરી. પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ લખેલું હતું. મોહસીન ખાનને ઈજા થયા બાદ LSGએ શાર્દુલને ટીમમાં સામેલ કર્યો. આ નિર્ણય ટીમના મેન્ટર ઝહીર ખાન દ્વારા લેવામાં આવ્યો હતો, જેણે આ અનુભવી ઓલરાઉન્ડર માટે એક નવો અધ્યાય શરૂ કર્યો.
શાર્દુલના માથા પર પર્પલ કેપ
સિઝનની માત્ર બે મેચમાં શાર્દુલે પર્પલ કેપ પર કબજો કર્યો છે, શાર્દુલે તે 8.83 ની ઈકોનોમી સાથે છ વિકેટ ઝડપી છે અને તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. ઓક્શનમાં કોઈ ફ્રેન્ચાઈઝીઓએ તેનામાં રસ ન દાખવ્યો, અને અંતે LSG એ ટીમમાં સામેલ કર્યો, જે હવે માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ રહ્યું છે. શાર્દુલની આ સફર સાબિત કરે છે કે ક્રિકેટમાં ક્યારેય હાર ન માનવી જોઈએ. એક એવો ખેલાડી જેને કોઈએ ઓક્શનમાં ન ખરીદ્યો, તે આજે પોતાની ટીમને જીતાડી રહ્યો છે.
આ પણ વાંચો: CSK vs RCB : આ ભારતીય ખેલાડીએ RCBનું કર્યું અપમાન, કહ્યું- IPL ને એવી ટીમની જરૂર છે જે ટ્રોફી જીતી ન શકે