Ballon dOr 2024: રોડ્રી બન્યો વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી, PM મોદીએ જેના વખાણ કર્યા તેને પણ મળ્યો એવોર્ડ

સ્પેનિશ મિડફિલ્ડર રોડ્રીએ પુરૂષોની શ્રેણીમાં વર્ષના શ્રેષ્ઠ ફૂટબોલરનો એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ જીતનાર તે ત્રીજો સ્પેનિશ ખેલાડી છે. રોડ્રી Ballon d'Or 2024 બેસ્ટ પુરુષ ફૂટબોલરનો એવોર્ડ જીતનાર તેની ક્લબ માન્ચેસ્ટર સિટીનો સૌપ્રથમ ખેલાડી પણ બની ગયો છે.

| Updated on: Oct 29, 2024 | 4:02 PM
સ્પેનિશ મિડફિલ્ડર રોડ્રિગો હર્નાન્ડિઝે વર્ષ 2024 માટે બેલોન ડી'ઓર એવોર્ડ જીત્યો છે. તે પુરૂષ વર્ગમાં વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકે ચૂંટાયો હતો. રોડ્રિગો હર્નાન્ડીઝ ચાહકોમાં રોડ્રી તરીકે પ્રખ્યાત છે. રોડ્રીએ એવોર્ડ જીતવાની સાથે જ બલોન ડી'ઓરનો 64 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટ્યો હતો. રોડ્રીએ બ્રાઝિલના વિનિસિયસ જુનિયર અને ઈંગ્લેન્ડના જુડ બેલિંગહામને પાછળ છોડીને ટાઈટલ જીત્યું હતું. બીજી તરફ મહિલા વર્ગમાં સ્પેનની ઐતાના બોનમતીએ પણ ખિતાબ જીત્યો છે. આ રીતે, સ્પેને વર્ષ 2024 માટેના બેલોન ડી'ઓર એવોર્ડ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. (Photo : PTI)

1 / 5
સ્પેનિશ મિડફિલ્ડર રોડ્રી માન્ચેસ્ટર સિટી ક્લબ માટે રમે છે. તે બલોન ડી'ઓર એવોર્ડ જીતનાર માન્ચેસ્ટર સિટીનો પ્રથમ અને સ્પેનનો ત્રીજો પુરૂષ ફૂટબોલર છે. રોડ્રી પહેલા લુઈસ સુઆરેઝ અને આલ્ફ્રેડો ડી સ્ટેફાનો બેલોન ડી'ઓર જીતી ચૂક્યા છે. આલ્ફ્રેડો ડી સ્ટેફાનોએ વર્ષ 1957 અને 1959માં આ એવોર્ડ જીત્યો હતો. જ્યારે લુઈસ સુઆરેઝ 1960માં આ પુરસ્કાર જીતનાર સ્પેનનો છેલ્લો પુરૂષ ખેલાડી હતો. (Photo : x / Ballon d'Or)

2 / 5
રોડ્રીએ હવે 2024 માટે સ્પેનની 64 વર્ષની લાંબી રાહનો અંત આણ્યો છે. આ વર્ષે સ્પેનને યુરોપિયન ચેમ્પિયનશિપનો ખિતાબ જીતાડવામાં રોડ્રીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્પેને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. (Photo : x / Manchester City)

3 / 5
28 વર્ષીય રોડ્રી માન્ચેસ્ટર સિટીનો પણ મહત્વનો ખેલાડી છે. આ ક્લબે 2023-24માં સતત ચોથું પ્રીમિયર લીગ ટાઈટલ જીત્યું છે. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ પ્રીમિયર લીગ ખેલાડીએ બેલોન ડી'ઓર જીત્યો હોય. (Photo : x / Manchester City)

4 / 5
ફ્રાંસની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે ખેલાડીની પ્રશંસા કરી હતી, તે કિલિયન એમબાપ્પેને ને સૌથી વધુ ગોલ કરવા બદલ ગેર્ડ મુલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.  પીએમ મોદીએ એમબાપ્પે વિશે કહ્યું હતું કે તે ફ્રાન્સમાં તેના ચાહકો કરતા ભારતમાં વધુ લોકપ્રિય છે. એમબાપ્પે બેલોન ડી'ઓરની રેસમાં છઠ્ઠા સ્થાને રહ્યો હતો. (Photo : Getty Images Editorial)

5 / 5
Follow Us:
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો

સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !

g clip-path="url(#clip0_868_265)">