AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય શૂટર્સનો જાદુ, ગોલ્ડ-સિલ્વર બ્રોન્ઝ ત્રણેય મેડલ પર કર્યો છે કબજો

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યારસુધી ત્રણ મેડલ જીત્યા છે અને ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે અને ખાસ વાત એ છે કે ત્રણેય બ્રોન્ઝ મેડલ છે. ઓલિમ્પિકમાં શૂટિંગમાં ભારતીય એથ્લેટ્સે પહેલા પણ કમાલ કર્યો છે અને ભારતને મેડલ અપાવ્યો છે, જેમાં એક ગોલ્ડ મેડલ પણ સામેલ છે. 2004, 2008 અને 20212 એમ સતત ત્રણ ઓલિમ્પિકમાં ભારતે શૂટિંગમાં મેડલ જીત્યા હતા.

| Updated on: Aug 01, 2024 | 4:39 PM
Share
શૂટિંગમાં ભારતનો પહેલો મેડલ એથેન્સ ઓલિમ્પિક 2004માં રાજ્યવર્ધન સિંહ રાઠોડે જીત્યો હતો. રાજ્યવર્ધન સિંહ રાઠોડે પુરુષોની ડબલ-ટ્રેપ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

1 / 5
રાજ્યવર્ધન સિંહ રાઠોડ બાદ અભિનવ બિન્દ્રાએ ભારતને શૂટિંગમાં બીજો મેડલ અપાવ્યો હતો. 2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાએ પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો.

2 / 5
રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને અભિનવ બિન્દ્રા બાદ લંડન ઓલિમ્પિક 2012માં બે શૂટર્સ મેડલ જીત્યા હતા. જેમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સામેલ છે. વિજય કુમારે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં સિલ્વર મેડલ અને ગગન નારંગે પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

3 / 5
પેરિસ ઓલિમ્પિક 2024 ભારતીય શૂટર્સ માટે સૌથી સફળ રહ્યું છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ત્રણ મેડલ જીત્યા છે. જેમાં મનુ ભાકરે બે મેડલ પર કબજો કરી ઈતિહાસ રચ્યો છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ સિંગલ અને મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સરબજોત સિંહે મનુ ભાકર સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

4 / 5
પેરિસ ઓલિમ્પિકમાં 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ભારતના સ્વપ્નિલ કુસલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો ત્રીજો મેડલ છે અને શૂટિંગમાં આ સાતમો ઓલિમ્પિક મેડલ ભારતે જીત્યો છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">