ઓલિમ્પિક ગેમ્સ
વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને પોડિયમમાં સ્થાન મેળવનાર એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. ઓલિમ્પિક રમતનો ઈતિહાસ ખુબ જ જુનો છે, ઓલિમ્પિક રમતની દુનિયામાં મુખ્યત્વે 4 પ્રકારે આયોજન કરવામાં આવે છે. જેમાં સમર ઓલિમ્પિક, વિન્ટર ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સ અને યુથ ઓલિમ્પિક ગેમ્સનો સમાવેશ થાય છે. તેને રમતગમતનો મહાકુંભ પણ કહેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, ઓલિમ્પિકની રમતમાં 3 પ્રકારના મેડલ આપવામાં આવે છે. જેમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ. તેમજ ઓલિમ્પિકના ધ્વજમાં 5 રિંગ પાંચ મહાદ્રીપ આફ્રિકા, અમેરિકા , એશિયા, યુરોપ અને ઓશિનિયાને એકબીજા સાથે જોડાવવા માટેનું પ્રતિનિધિત્વ કરે છે. જેને વર્ષ1913ના રોજ પિયર ડી કોબર્ટિને ડિઝાઈન કર્યો હતો. ઓલિમ્પિકના ઝંડામાં 5 રિંગ જોવા મળે છે. ઓલિમ્પિક રમતનું આયોજન દર 4 વર્ષ કરવામાં આવે છે. ઓલિમ્પિક રમતની દેખરેખ IOC એટલે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સિમિતિ કરે છે.
જાણકારી મુજબ ઓલિમ્પિક રમતનું પહેલી વખત આયોજન 1896ના રોજ ગ્રીસની રાજધાની એથેન્સમાં કરવામાં આવ્યું હતુ. ત્યારથી આ રમતનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધના કારણે ઓલિમ્પિક રમત 1916, 1940 અને 1944માં આયોજીત થઈ શક્યું નહોતુ. ઓલિમ્પિક ગેમ્સના પિતા પિયર ડી કુબર્ટિને કહેવામાં આવે છે. તેમણે 23 જૂન 1894ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરી હતી.