Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga For students : બોર્ડ પરીક્ષા દરમિયાન બાળકો રહેશે તણાવમુક્ત, ફક્ત આ 4 યોગાસનો કરો

Board Exam Tips : બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકો તણાવમાં રહે છે. પરંતુ માનસિક તણાવ સ્વાસ્થ્ય માટે સારો નથી. આવી સ્થિતિમાં તમે તણાવમુક્ત રહેવા માટે તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક યોગાસનોનો સમાવેશ કરી શકો છો. જેનાથી તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો.

| Updated on: Feb 22, 2025 | 9:29 AM
બોર્ડની પરીક્ષા બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય હોય છે. દરેક બાળક બોર્ડની પરીક્ષામાં સારો સ્કોર કરવા માંગે છે. પરંતુ આ સમય દરમિયાન બાળકોને પણ ખૂબ તણાવનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. પરીક્ષા દરમિયાન માનસિક અને શારીરિક થાક ટાળવા માટે બાળકોએ યોગ કરવા જોઈએ.

1 / 6
યોગાસનો તેમને તાજગી અને ઉર્જા પ્રદાન કરી શકે છે, જેથી તેઓ પરીક્ષા દરમિયાન માનસિક રીતે સક્રિય રહી શકે. 10 થી 15 મિનિટ માટે અમુક આસનોનો અભ્યાસ કરવાથી માત્ર શરીરને આરામ જ મળતો નથી પરંતુ મન પણ તાજગી અનુભવે છે - જે અભ્યાસ અને પરીક્ષામાં વધુ સારા પ્રદર્શનમાં મદદ કરે છે.

2 / 6
તાડાસન: તાડાસન એક સરળ અને અસરકારક આસન છે. આ શરીરને ખેંચાણ આપે છે અને ઉર્જા પણ પ્રદાન કરે છે. આ આસન ઉભા રહીને કરવામાં આવે છે. બાળકો દ્વારા તાડાસન કરવાથી શરીરમાં માત્ર ફ્લેક્સિબિલિટી જ નથી આવતી પરંતુ તે માનસિક તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.

3 / 6
વૃક્ષાસન: વૃક્ષાસન એક ઉત્તમ આસન છે જે સંતુલન અને માનસિક શાંતિને પ્રોત્સાહન આપે છે. પરીક્ષા દરમિયાન માનસિક બેલેન્સ જાળવવામાં આ આસન મદદરૂપ થઈ શકે છે.

4 / 6
પશ્ચિમોત્તાનાસન: આ આસન શરીરને આરામ આપવા અને તણાવ ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે. તે શરીરના પાછળના ભાગને ખેંચે છે.

5 / 6
ઊંડા શ્વાસ: ઊંડા શ્વાસ લેવાથી માનસિક શાંતિ અને એકાગ્રતા વધે છે. બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકો નર્વસ અને તણાવ અનુભવી શકે તો આવી સ્થિતિમાં ઊંડા શ્વાસ લેવાથી તેમનું મન શાંત રહે છે. આ કરવા માટે આરામથી બેસો અને આંખો બંધ કરો. નાક દ્વારા ઊંડો શ્વાસ લો અને પછી મોં દ્વારા ધીમે-ધીમે શ્વાસ બહાર કાઢો. આ પ્રક્રિયા 5 થી 10 મિનિટ સુધી કરો. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

6 / 6

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">