યોગ
યોગ એ યોગ્ય જીવન જીવવાનું વિજ્ઞાન છે અને તેથી તેને રોજિંદા જીવનમાં સામેલ કરવું જોઈએ. તે આપણા જીવનના તમામ પાસાઓ પર કામ કરે છે. જેમ કે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક. યોગ એટલે એકતા અથવા બંધન. આ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ યુજ છે, જેનો અર્થ થાય છે જોડાવું.
એક આધ્યાત્મિક પ્રક્રિયા જ્યાં શરીર, મન અને ભાવનાનું સંયોજન થાય છે. આ શબ્દ હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે. યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.
યોગ દિવસ
પ્રથમ ઈન્ટરનેશનલ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ અવસર પર ભારતે બે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવ્યું છે. પ્રથમ રેકોર્ડ એક જગ્યાએ એકસાથે સૌથી વધુ સંખ્યામાં યોગ કરનારા લોકો માટે અને બીજો રેકોર્ડ એક સાથે વધારે દેશોના લોકો સાથે જોડાઈને યોગ કરતાં તે માટે રેકોર્ડ બન્યો હતો.
યોગનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં યોગાસનના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. લોકોના સ્વાસ્થ્ય પર યોગના મહત્વ અને અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21મી જૂને યોગનો અભ્યાસ કરવામાં આવે છે.
સવારે સૂર્યોદય પહેલાના એકથી બે કલાક યોગ માટેનો શ્રેષ્ઠ સમય છે. જો સવાર તમારા માટે શક્ય ન હોય તો તમે સૂર્યાસ્ત સમયે પણ કરી શકો છો. દરેક આસન યોગા મેટ અથવા શેતરંજી પાથરીને કરવા જોઈએ. યોગ માટે બેસ્ટ સ્થળ શોધવું જોઈએ. જેમ કે, બગીચો, ઘરની અગાશી. બસ એટલું ધ્યાન રાખવું કે જગ્યા જે પણ હોય તમે ખુલ્લામાં વ્યવસ્થિત કુદરતી હવા શ્વાસ મારફતે લઈ શકવા જોઈએ.
યોગના લાભો
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે.