Mahashivratri 2023 : શિવલિંગ પર આ 5 વસ્તુ ચઢાવતા જ મળશે મહાદેવના આશીર્વાદ, આજે જ કરો આ ઉપાય
Mahashivratri 2023: 18 ફેબ્રુઆરીની મહાશિવરાત્રીને લઈને ભારતમાં હમણાથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રની પૂજામાં શિવલિંગ પર 5 વસ્તુ ચઢાવવાથી ભગવાનની કૃપા વરસતી હોવાની માન્યતા છે. ચાલો જાણીએ તે 5 વસ્તુઓ વિશે.

ભગવાન શિવની પૂજામાં ભસ્મનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે શિવજીનું પ્રમુખ વસ્ત્ર ભસ્મ છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભસ્મ પણ ચઢાવવી જોઈએ.

મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બેલ પત્ર ચઢાવવું ખુબ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ -શાંતિ આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, રુદ્રાક્ષ ભગવાન શિવની આંખોમાંથી નિકળેલા આંસુઓને કારણે નિર્મિત થયા હતા. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે રુદ્રાક્ષ શિવલિંગ પર ચઢાવવાથી ભક્તો પર વિશેષ કૃપા વરસે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનમાંથતી નીકળેલા ઝેરને પીધા બાદ શિવનું શરીર બળવા લાગ્યું હતું, તેથી દેવતાઓની વિંનતી પર તેમણે દૂધ ગ્રહણ કર્યું અને તેમના શરીરની પીડા ઓછી થઈ. આ ધાર્મિક માન્યતાને કારણે શિવજીને દૂધ ચઢાવવામાં આવે છે.

માન્યતા છે કે ગંગા નદીને ધરીત પર લાગવા માટે ભગવાન શિવએ તેને પોતાની જટાઓમાં ધારણ કરી હતી. તેમને ગંગા જળ ખુબ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગાજળ પર જરુરથી ચઢાવવું જોઈએ.