ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી જ મેચમાં આ ખેલાડીએ પાકિસ્તાની બોલરોને લીધા આડેહાથ, ફટકારી દમદાર સદી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડના ઓપનર વિલ યંગે દમદાર સદી ફટકારી હતી. વિલ યંગે તેની વનડે કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. આ ખેલાડીએ પાકિસ્તાન સામે 107 બોલમાં સદી ફટકારી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં આ ખેલાડીએ પાકિસ્તાની બોલરોને આડેહાથ લીધા હતા.

ન્યુઝીલેન્ડના ઓપનર વિલ યંગ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ જમણા હાથના બેટ્સમેને કરાચીમાં પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી. વિલ યંગે 107 બોલમાં પોતાની સદી પૂરી કરી અને આ તેની વનડે ક્રિકેટમાં ચોથી સદી છે. આ સદી વિલ યંગ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ ખેલાડીએ એશિયન દેશમાં પહેલીવાર સદી ફટકારી છે. યંગે પાકિસ્તાન સામે પણ પહેલી વાર સદી પણ ફટકારી છે.
2019માં આતંકવાદી હુમલો થતા ડેબ્યૂ ન થયું
વર્ષ 2019 માં થયેલા આતંકવાદી હુમલાએ વિલ યંગની ખુશી છીનવી લીધી હતી. વિલ યંગ ખરેખર ક્રાઈસ્ટચર્ચમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ તે મેચ પહેલા એક મસ્જિદમાં આતંકવાદી હુમલો થયો, જેમાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા. આ કારણે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ રદ્દ કરવામાં આવી હતી અને વિલ યંગનું ટેસ્ટ ડેબ્યૂ કરવાનું સ્વપ્ન પણ તે સમયે અધૂરું રહી ગયું હતું. પરંતુ આ પછી આ ખેલાડીએ બીજા વર્ષે 2020માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને આજે જુઓ, આ ખેલાડીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારી છે.
Starting the Champions Trophy in style! Will Young’s fourth ODI century comes from 107 balls with 11 fours and a six. Scores | https://t.co/0pC37HtJtv #ChampionsTrophy #CricketNation = ICC/Getty pic.twitter.com/VZBnwbGZAK
— BLACKCAPS (@BLACKCAPS) February 19, 2025
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સદી ફટકારી
પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કોનવે માત્ર 10 રન બનાવીને આઉટ થયો. વિલિયમસન પણ માત્ર 1 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. આ પછી ડેરિલ મિશેલે પણ ફક્ત 10 રન બનાવ્યા. શરૂઆતમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ, વિલ યંગે ન્યુઝીલેન્ડની કમાન સંભાળી. આ ખેલાડીએ ખૂબ જ સકારાત્મક ક્રિકેટ રમી અને પાકિસ્તાની ફાસ્ટ બોલરો અને સ્પિનરો પર દબાણ બનાવ્યું. દબાણમાં પણ વિલ યંગે માત્ર 56 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને ટોમ લેથમ સાથે સદીની ભાગીદારી પણ કરી. વિલ યંગે વચ્ચેની ઓવરોમાં પણ આક્રમક સ્ટ્રોક રમ્યા અને એક છગ્ગો અને 11 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી.
Oozing class! #WillYoung times it beautifully, lofting one over mid-off for a crisp boundary as he inches closer to a well-deserved century!
Start watching FREE on JioHotstar: https://t.co/T07mgtb2xJ#ChampionsTrophyOnJioStar #PAKvNZ LIVE NOW on Star Sports 2 &… pic.twitter.com/oZfNkne8CM
— Star Sports (@StarSportsIndia) February 19, 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર ચોથો કિવી પ્લેયર
વિલ યંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો માત્ર બીજો ઓપનર છે. 21 વર્ષ પછી કોઈ કિવી ઓપનરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારી છે. નાથન એસ્ટલે આ સિદ્ધિ વર્ષ 2004માં મેળવી હતી. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડના ચાર ખેલાડીઓએ સદી ફટકારી છે. વિલ યંગ ઉપરાંત નાથન એસ્ટલ, ક્રિસ કેર્ન્સ અને કેન વિલિયમસનનો તેમાં સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર હિટમેન રોહિત શર્માના બેટનું વજન કેટલું છે?