Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કોણ છે મિલિંદ દેવરા જેના પિતા પણ કોંગ્રેસના મજબૂત નેતા હતા, જુઓ પરિવાર

પૂર્વ કેન્દ્રિય મંત્રી મિલિંદ દેવરાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. ત્યારબાદ તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદની હાજરીમાં શિવસેનામાં સામેલ થયા છે. 27 વર્ષની ઉંમરમાં સાંસદ બન્યા હતા. તો ચાલો આજે આપણે મિલિંદ દેવરા અને તેના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 15, 2024 | 5:06 PM
  મુરલી દેવરાએ નાની ઉંમરે હેમા દેવરા સાથે લગ્ન કર્યા હતા તેમને બે પુત્રો છે.મુરલી દેવરાના મોટા દિકરાનું નામ મિલિંદ દેવરા છે જ્યારે નાના છોકરાનું નામ મુકુલ દેવરા છે. તો ચાલો આજે મિલિંદ દેવરાના પરિવાર વિશે જાણીએ.

1 / 9
મિલિંદ દેવરાનો જન્મ 4 ડિસેમ્બર 1976ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા વરિષ્ઠ રાજકારણી અને કોંગ્રેસના મજબૂત નેતા મુરલી દેવરા છે. મિલિંદ દેવરા કોંગ્રેસમાં અખિલ ભારતીય સંયુક્ત ખજાનચી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

2 / 9
મિલિંદ દેવરા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુરલી દેવરાનો પુત્ર છે. તે દક્ષિણ મુંબઈ સીટથી 2 વખત સાંસદ રહી ચૂક્યો છે. આ સીટથી તેમણે 2004 અને 2009માં ચૂંટણી જીતી હતી. તેના પિતા મુરલી દેવરા પણ દક્ષિણ મુંબઈ સીટ પરથી સાંસદ રહી ચૂક્યા છે.

3 / 9
મિલિંદ દેવરાએ કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલ, સિડનહામ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે બોસ્ટન યુનિવર્સિટી ખાતે ક્વેસ્ટ્રોમ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની પદવી મેળવી છે.

4 / 9
9 નવેમ્બર 2008ના રોજ દેવરાએ મુંબઈમાં પૂજા શેટ્ટી સાથે લગ્ન કર્યા. તે ફિલ્મ પ્રોડક્શન કંપનીના વડા છે અને એડલેબ્સના ભૂતપૂર્વ ચેરમેન, ફિલ્મ નિર્માતા મનમોહન શેટ્ટીની પુત્રી છે, જેમણે 2007માં વોકવોટર મીડિયા લિમિટેડની સ્થાપના કરી હતી.તેનો ભાઈ મુકુલ ડિસ્ક જોકી છે.

5 / 9
મિલિંદ એક ગિટારવાદક છે, જેમણે અનેક પરફોર્મન્સ આપ્યાં છે.જાન્યુઆરી 2019માં, શેરોન પ્રભાકર દ્વારા સ્ટેજ પર આવવાનું આમંત્રણ સ્વીકારીને તેના પ્રદર્શન દરમિયાન ગિટાર વગાડી ચૂક્યા છે.

6 / 9
પૂજા શેટ્ટી દેવરા ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. તેણે 'તેરે બિન લાદેન', 'રાજનીતી', 'ધ ઝોયા ફેક્ટર' અને 'રીટા' જેવી બોલિવૂડ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફોટો અને વીડયો શેર કરતી રહે છે.

7 / 9
મિલિંદ દેવરાનું મુંબઈ કોંગ્રેસમાં મોટું નામ છે, તેની ગણતરી પ્રદેશ કોંગ્રેસના એક મજબુત નેતાના રુપમાં થાય છે. 2004માં ચૂંટણીમાં મિલિંદે ભાજપના ઉમેદવાર જયવંતીબેન મહેતાને 10 હજાર મતથી હાર આપી હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં, દેવરા ફરીથી મુંબઈ દક્ષિણ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા, આ વખતે 1,12,682 મતોના માર્જિનથી જીત મેળવી હતી.

8 / 9
પૂર્વ કેન્દ્રિય મંત્રી મિલિંદ દેવરાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. ત્યારબાદ તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદની હાજરીમાં શિવસેનામાં સામેલ થયા છે.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">