Mehsana : ઊંઝામાં હેવાનિયતની હદ વટાવી ! 70 વર્ષના વૃદ્ધે બાળકી પર આચર્યું દુષ્કર્મ, જુઓ Videoમાં સંપૂર્ણ સમાચાર
માનવતાને શરમશાર કરતી ઘટના મહેસાણા માંથી સામે આવી છે. મહેસાણામાં 70 વર્ષના વૃદ્ધાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. માત્ર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.
મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતા ગુજરાતમાં પણ હવે દિવસે દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે માનવતાને શરમશાર કરતી ઘટના મહેસાણામાંથી સામે આવી છે. મહેસાણામાં 70 વર્ષના વૃદ્ધે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. માત્ર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.
મહેસાણાના ઊંઝા વિસ્તારમાં આ શરમજનક ઘટના બની હતી. 5 વર્ષની બાળકીને પેડો આપી વૃદ્ધ તેના ઘરમાં લઈ ગયો હતો. બાળકી સાથે અડપલાં કરી નરાધમ વૃદ્ધાએ દુષ્કર્મ આચર્યું હતું. જઘન્ય કૃત્ય આચરનારારોશન ખત્રી નામના 70 વર્ષીય વૃદ્ધાની ધરપકડ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં 77 વર્ષીય વૃદ્ધા પર આચર્યું હતુ દુષ્કર્મ
બીજી તરફ આ અગાઉ સુરેન્દ્રનગરમાં 77 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ઘટના એવી હતી કે મહિલાના મકાનમાં જ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ મકાનનાં નળિયા તોડી ઘરમાં ઘુસ્યો હતો. વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે પોલીસે સમગ્ર ઘટનાની અંગે તપાસ હાથ ધરી છે.