ટીમ ઈન્ડિયાની જીત બાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની ફની પોસ્ટ વાયરલ થઈ , જુઓ ફોટો
થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે રોહિત શર્માની ફિટનેસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. જેને લઈ હવે ધમાલ મચી રહી છે. તેમણે રોહિત શર્માના વજન અને કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવ્યા હતા.પરંતુ તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ ચર્ચામાં છે. શમાએ કહ્યું હતું કે, રોહિત શર્મા જાડો છે. તેને વજન ઘટાડવાની જરૂર છે. તે ચોક્કસપણે ભારતનો સૌથી બિનઅસરકારક કેપ્ટન છે. આ નિવેદન પર વિવાદ વધ્યા બાદ તેમણે પોતાની પોસ્ટ હટાવી દીધી હતી. હવે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી પર ફની પોસ્ટર શેર થઈ રહ્યા છે.

તો ચાલો આપણે જોઈએ કે, આ વાયરલ થઈ રહેલા પોસ્ટરમાં આખરે શું છે. તો તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા v/s રાહુલ ગાંધી જોવા મળી રહ્યો છે. જેમાં રોહિત શર્માને હિરો તો રાહુલ ગાંધીને ઝિરો કહેવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે રોહિત શર્માને લીડર તો રાહુલ ગાંધીને Loser કહ્યો છે.

ત્યારબાદ મિસ્ટ કુલ તો રાહુલ ગાંધીને મિસ્ટર ફુલ કહ્યું છે. રોહિત શર્મા ઈનિગ્સ ફિનિશર તો રાહુલ ગાંધીને પાર્ટી ફિનિશર કહેવામાં આવ્યો છે. રોહિત શર્મા ટેલેન્ટને પ્રમોટ કરે છે. તો રાહુલ ગાંધીને નેપોટિઝમ પ્રમોટર કહ્યો છે. રોહિત શર્માને ભારત માટે રમતો કહ્યો છે. જ્યારે રાહુલ ગાંધીને ભારત વિરુદ્ધ રમતો કહેવામાં આવ્યો છે.

રોહિત શર્માની ગણતરી આ સમયના મહાન બેટ્સમેનોમાં થાય છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટને ત્રણેય ફોર્મેટમાં પોતાની તાકાત દેખાડી છે. તાજેતરમાં જ તેણે વનડેમાં પોતાના 10,000 રન પૂરા કર્યા.રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ચેમ્પિયન ટ્રોફી 2025ની પહેલી સેમિફાઈનલમાં 29 બોલમાં 28 રન બનાવ્યા હતા. જેમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સામેલ છે.

ટીમ ઈન્ડિયા ફાઇનલમાં સાઉથ આફ્રિકા અથવા ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ આજે પાકિસ્તાનના લાહોરમાં રમાશે.
ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. રાહુલ ગાંધીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































