Surendranagar : ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હરિપર બ્રિજ નજીક કાર ટ્રકની પાછળ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હરિપર બ્રિજ નજીક કાર ટ્રકની પાછળ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વંથલી હાઈવે પર અકસ્માતમાં થયું હતુ બાળકનું મોત
બીજી તરફ જૂનાગઢના વંથલી-માણાવદર હાઈવે પર પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાર ચાલકે અડફેટે લેતા 10 વર્ષના બાળકનું કરૂણ મોત થયું હતું. હરિયાણાના પરપ્રાંતીય મજૂર પરિવારના બાળકનું મોત થયુ હોવાનો ખુલાસો થયો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
