Women’s health : જાણો મહિલાઓમાં PCODની બિમારીમાં ક્યા ક્યા લક્ષણો જોવા મળે છે, ડૉક્ટરનો અભિપ્રાય જાણો
ખોરાક અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે સ્ત્રીઓમાં POCD ની સમસ્યા સામાન્ય છે.હાર્મોનલ અસંતુલનના કારણે થનારી આ બિમારી છે. અંડાશયમાં નાના-નાના સિસ્ટ બને છે. જે આગળ જઈ ગંભીર રુપ લઈ શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, આ બિમારી કેવી રીતે મટાડી શકાય. આના વિશે ગાયનેકોલોજિસ્ટ શું કહી રહ્યા છે.

પીસીઓડી (PCOD) મહિલાઓમાં થનારી એક સામાન્ય બિમારી છે. ખરાબ લાઈફસ્ટાઈલ, જંકફુડ અને તણાવના કારણે આ બિમારી મહિલાઓમાં થાય છે. મહિલાઓમાં આ બિમારી હોર્મોનલ અંસુતલનને કારણે થાય છે. અંડાશયમાં નાના-નાના સિસ્ટ (ગાંઠ) બની જાય છે. જેનાથી પીરિયડની સાઈકલમાં ગડબડ થાય છે એટલે કે, પીરિયડ અનિયમિત આવે છે. પીસીઓડીને લઈ કેટલીક વખત મહિલાઓના મનમાં એક સવાલ થાય છે કે, શું આ બિમારી સંપૂર્ણ રીતે દુર કરી શકાય છે.

આના વિશે મહિલા રોગ વિશેષજ્ઞ અને આઈવીએફ એક્સપર્ટ ડો સ્નેહા મિશ્રાનું કહેવું છે કે, આ બિમારી સંપૂર્ણ રીતે દુર કરી શકાતી નથી. સારી લાઈફસ્ટાઈલ અને કસરત કરી આને કંટ્રોલમાં કરી શકાય છે.ડોક્ટરનું કહેવું છે કે, પીસીઓડીના કેટલાક મામલા જેનેટિક પણ હોય છે. એટલા માટે આ બિમારી સંપૂર્ણ દુર થઈ શકતી નથી.પરંતુ આને લઈ ચિંતા કરવાની જરુર નથી. સમય પર લક્ષણોની ઓળખ અને સતર્કતાથી આ બિમારી પર કાબુ લઈ શકાય છે.

ગાયનેકોલોજિસ્ટે કહ્યું જો તમારી લાઈફસ્ટાઈલ સારી છે, નિયમિત વ્યાયમ અને ડોક્ટરની સલાહથી દવાઓનો પણ ઉપયોગ કરી શકો છો. જેનાથી આ લક્ષણો કંટ્રોલ કરી શકાય છે. ટુંકમાં આ બિમારી એવી નથી કે, તેને મટાડી શકાય નહિ. પરંતુ યોગ્ય લાઈફસ્ટાઈલથી તમે આ બિમારી દુર કરી શકો છો.

જો પીરિયડ નિયમિત આવતા નથી તો ડોક્ટરની સલાહ લો. સાથે જે મહિલાઓના પેટની આસપાસ ચરબી વધી ગઈ છે. તેને વજન ઘટાડવાની જરરુ છે કારણ કે, જો વજન ઓછો થશે. તો પીસીઓડીની સમસ્યા પણ સરળતાથી કાબુમાં લઈ શકાય છે.

મહિલાઓમાં જો પીસીઓડીની બિમારી કાબુમાં રહેશે. તો ભવિષ્યમાં તેને વંધ્યત્વનું જોખમ પણ ઘટશે. આવી સ્થિતિમાં દરરોજ આહાર અને કસરત કરવી. યોગ કરીને પણ PCODની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

પીરિયડ ધર્મની અનિયમિતતા વિશે વાત કરીએ તો પીરિયડ બંધ થવા, વજન વધવો , પેટની આસપાસ ચરબી થવી. ખીલની સમસ્યાઓ શરીરના ઘણા ભાગોમાં વાળનો વધુ પડતો વિકાસ અથવા વાળ ખરવા થાક અને નબળાઈ આ બધા PCODના લક્ષણો છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































