Panchmahal : ગોધરાના નસીપુરમાં અંગત અદાવતમાં 4 મકાનોને આગચંપી, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે પંચમહાલના ગોધરા પંથકમાં આગ લાગવાની ઘટના બની છે. ગોધરાના નસીરપુરમાં 4 ઘરમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે પંચમહાલના ગોધરા પંથકમાં આગ લાગવાની ઘટના બની છે. ગોધરાના નસીરપુરમાં 4 ઘરમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવતી ભગાડી જવાની અદાવત રાખી ચાર મકાનોને આગચંપી હોવાનું સામે આવ્યું છે. 25 દિવસ પહેલા ખોજલવાસા ગામની યુવતીને નસીરપુરનો યુવક ભગાડી ગયો હતો.
ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
મળતી માહિતી અનુસાર યુવતીના સગા ઘાતક હથિયારો સાથે ગામમાં ધસી આવ્યા હતા. એક મહિલા પર ધારિયા વડે હુમલો કરતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ધણકી આપી ભયનો માહોલ ફેલાવ્યો હતો. પછી ઘરોને આગ લગાવી હતી. હુમલો કરનારા શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા હતા.આગમાં સ્થાનિકોની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.