કુમાર વિશ્વાસની દીકરીના લગ્નમાં આ મહેમાનો રહ્યા હાજર

06 માર્ચ, 2025

કવિ કુમાર વિશ્વાસ તેમની શૈલી અને વિવિધ મુદ્દાઓ અલગ અંદાજમાં વ્યક્ત કરવાની રીત માટે ચર્ચામાં રહે છે.

આ વખતે કુમાર તેમની પુત્રી અગ્રતા શર્માના લગ્ન માટે સમાચારમાં છે, જેમણે ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું.

ભવ્ય લગ્ન માટે, કુમારે લીલા પેલેસ ખાતે 3 દિવસના ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં દેશના અનેક પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી.

PM મોદી, ધીરેન્દ્ર શાસ્ત્રી, અન્ય ઘણા સંતો અને ફિલ્મ સ્ટાર્સે તેમાં હાજરી આપી હતી.

રિસેપ્શન પાર્ટીમાં પહોંચેલા PM મોદી કુમાર વિશ્વાસ, તેમની પુત્રી અને જમાઈને પણ મળ્યા.

સ્ટાર્સની વાત કરીએ તો, આ ભવ્ય પાર્ટીમાં ગાયક બી પ્રાક પણ જોવા મળ્યા હતા. તેમજ અભિનેતા શૈલેષ લોઢા પણ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.