Champions Trophy final : ભારતની જીત પર રડી રહ્યું છે પાકિસ્તાન,1000 કરોડનો ખર્ચો પાણીમાં ગયો
રોહિ શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે આ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ ક્યાં રમાશે. તેને લઈ ચાહકોના મનમાં પ્રશ્ન છે. તો ચાલો જાણીએ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ ક્યાં અને ક્યારે રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર રમત દેખાડી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે.

ભારતીય ટીમ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પહોંચતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. ચેમ્પિયન ટ્રોફીની યજમાન પાકિસ્તાનની પાસે છે પરંતુ આ ફાઈનલ પાકિસ્તાનમાં રમાશે નહી. જે હવે નક્કી થઈ ગયું છે.

જે પાકિસ્તાન માટે એક શરમજનક વાત છે. કારણ કે, જે દેશ પાસે આ આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની હોય. ત્યાં ખિતાબી મુકાબલો રમાશે નહી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની આશા પર પાણી ફેરવી દીધું છે.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા હવે 9 માર્ચના રોજ રમાનારી ફાઈનલમાં પહોંચી ગઈ છે. આઈસીસીએ પહેલા નક્કી કર્યું હતુ કે,ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પહોંચે છે તો પાકિસ્તાનમાં ફાઈનલ રમશે નહી. ભલે પાકિસ્તાનની પાસે યજમાની છે.

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની સ્પષ્ટ ના પાડી હતી. કારણ કે, ટીમના ખેલાડીઓની સુરક્ષા પર સવાલો હતો. ભારતે ચેમ્પિયન ટ્રોફીની 3 મેચ અને સેમિફાઈનલ દુબઈમાં રમી છે.

ટીમ ઈન્ડિયાની જીત સાથે, ફાઈનલનું સ્થળ પણ નક્કી થઈ ગયું છે. તારીખ પહેલાથી જ 9 માર્ચ નક્કી કરવામાં આવી હતી.ફાઇનલમાં ભારત કોનો સામનો કરશે તે હજુ નક્કી નથી. તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ જશે. બીજી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા લાહોરમાં ટકરાશે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પાકિસ્તાનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































