કાનુની સવાલ: શું વ્યક્તિ કુટુંબના કોઈ પણ બાળકને દત્તક લઈ શકે છે? શું હોય છે પ્રક્રિયા, જાણો ભારતીય કાયદો
Indian Adoption law: ભારતમાં તમે તમારા ભાઈ કે બહેનના બાળકને દત્તક લઈ શકો છો, જેને 'રિલેટિવ એડોપ્શન' કહેવામાં આવે છે. આ પ્રક્રિયા 'કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2015' હેઠળ નિયંત્રિત થાય છે.

પાત્રતા: દત્તક લેનારા માતા-પિતાની યોગ્યતા જરુરી છે. તેઓ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ, આર્થિક રીતે સક્ષમ હોવા જોઈએ અને જો પરિણીત હોય તો તેમના લગ્નને ઓછામાં ઓછા બે વર્ષ થયા હોવા જોઈએ.

પ્રક્રિયા: નોંધણી-દત્તક લેવા માંગતા માતા-પિતાએ 'સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી' (CARA) ની વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે. સંમતિ: બાળકના સગા માતાપિતા અથવા કાનૂની વાલીઓની લેખિત સંમતિ જરૂરી છે. જો બાળક 5 વર્ષ કે તેથી વધુ ઉંમરનું હોય તો તેની સંમતિ પણ લેવી પડશે.

કોર્ટ પ્રક્રિયા-નોંધણી અને સંમતિ પછી સ્થાનિક ફેમિલી કોર્ટમાં દત્તક અરજી દાખલ કરવાની રહેશે. કોર્ટ ખાતરી કરશે કે બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે. કોર્ટ ઓર્ડર - એકવાર બધી શરતો પૂર્ણ થઈ જાય પછી કોર્ટ દત્તક લેવાનો ઓર્ડર જાહેર કરશે જેનાથી દત્તક લેવાની પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ થશે.

જરૂરી દસ્તાવેજો: દત્તક અરજી ફોર્મ- દત્તક લેનારા માતાપિતાની ઓળખ અને રહેઠાણનો પુરાવો તેમજ આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પ્રમાણપત્ર આપવું જરુરી છે.

ભવિષ્યમાં કોઈ કાનૂની સમસ્યાઓ ન આવે તે માટે બધી કાનૂની પ્રક્રિયાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. તેથી આ પ્રક્રિયા દરમિયાન કાનૂની નિષ્ણાતની સલાહ લેવી સલાહભર્યું રહેશે. (અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































