Ahmedabad : પ્રગતિનગરમાં નશામાં ધૂત કાર ચાલકે 4 લોકોને લીધા અડફેટે, જુઓ Video
આજે ફરી એક વાર અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના પ્રગતિ નગરની લક્ષ્મી ડેરી પાસે અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા છે. સ્થાનિકોએ કાર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતા.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના પ્રગતિ નગરની લક્ષ્મી ડેરી પાસે અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા છે. સ્થાનિકોએ કાર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતા. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
જજીસ બંગલો ચાર રસ્તા પાસે બનેલા અકસ્માતના CCTV આવ્યા સામે
બીજી તરફ અમદાવાદના જજીસ બંગલો ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના થોડા દિવસ પહેલા બની હતી. અકસ્માતના 4 દિવસ બાદ અકસ્માત સર્જનારા કારચાલકની ઓળખાણ થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસની ધીમી કામગીરીને લઈને પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. કાર ચાલક સગીર હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે મોબાઈલ લોકેશન અને CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. અત્યારે મહિલા જીવન -મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ અકસ્માતની ઘટના 28 ફેબ્રુઆરીના રોજ બની હતી. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત સર્જાયો ત્યારે કાર સગીર ચલાવી રહ્યો હતો.

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
