Women’s Health : કેમ મહિલાઓને પીરિયડ દરમિયાન ખુબ દુખાવો થાય છે ? પેઇન કિલર કરતાં આ વસ્તુઓ વધુ ફાયદાકારક
પીરિયડ દરમિયાન પેટ અને કમરમાં દુખાવો થવો સામાન્ય છે. આ વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો તમને પીરિયડ દરમિયાન અસહ્ય દુખાવો થતો હોય તો તેની પાછળ કેટલીક બિમારી પણ હોય શકે છે. જેના માટે તમારે ડોક્ટરની યોગ્ય સલાહ લેવી જરુરી છે.

પીરિયડ દરમિયાન મહિલાઓમાં પેટ અને કમરમાં દુખાવાની સમસ્યા હોય છે. કેટલીક મહિલાઓને તો પેટથી નીચના ભાગ અને પગમાં પણ દુખાવો થતો હોય છે. જેને પીરિયડ ક્રેમ્પ કહેવામાં આવે છે. આ દુખાવો સામાન્ય રીતે 3 થી 4 દિવસનો હોય છે. કેટલીક મહિલાઓને આ દુખાવો ખુબ ભયંકર બની જાય છે.

પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવા પાછળ ઘણા ગંભીર કારણો હોઈ શકે છે.આવી સ્થિતિમાં, જો તમને પણ પીરિયડ દરમિયાન ખૂબ દુખાવો થતો હોય, તો તેને અવગણશો નહીં અને દવા લેવાને બદલે ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જરુરી છે.

જો તમે આ દુખાવાથી રાહત મેળવવા માટે પેઇનકિલર્સ લો છો, ધ્યાન રાખજો. તેનાથી શરીર નબળું પડવાનું જોખમ રહેલું છે. તેમજ કેટલીક સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે.

જો તમને પણ પીરિયડ દરમિયાન પેટમાં દુખાવો થાય છે. તો ગરમ પાણી પીઓ,ગરમ પાણી પીવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને દુખાવામાં રાહત મળે છે. તેથી ગરમ પાણી પીવો. જો શક્ય હોય તો હળવી કસરતો પણ કરો.

પીરિયડ દરિયાન આળસ અને પેટના દુખાવાને દુર કરવા માટે એક કપ ચા કે કોફી પીઓ. તમે આદુ, ફુદીના જેમકી હર્બલ ચાનું સેવન કરવું જોઈએ. જે તમારા પેટના દુખાવામાં રાહત કરી શકે છે.આ હર્બલ ચા પીવાથી માત્ર પીરિયડના દુખાવામાં રાહત મળતી નથી પણ બીજા ઘણા ફાયદા થાય છે.

જો પીરિયડ દરમિયાન ખૂબ જ અસહ્ય અને ભયંકર દુખાવો હોય. તો તમારે તાત્કાલિક ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવાની જરૂર છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































