ગરમીમાં AC ચલાવ્યા પછી પણ ઓછું આવશે તમારા વીજળીનું બિલ ! જાણી લો આ ટ્રિક
જો ACનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીના બિલમાં વધારો થઈ જાય છે, તો અહીં AC ચલાવીને પણ વીજળીનું બિલ ઓછું આવે તેની કેટલીક ટ્રિક જણાવી રહ્યા છે.

ઉનાળાની ઋતુમાં લગભગ દરેક ઘરમાં ACનો ઉપયોગ થાય છે. પરંતુ AC ચલાવવા પર વીજળીનું બિલ નોંધપાત્ર રીતે વધી જાય છે, જે લોકોની સૌથી મોટી સમસ્યા છે. જો એસીનો ઉપયોગ ન કરવામાં આવે તો ગરમી અસહ્ય બની જાય છે અને જો ACનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીના બિલમાં વધારો થઈ જાય છે, તો અહીં AC ચલાવીને પણ વીજળીનું બિલ ઓછું આવે તેની કેટલીક ટ્રિક જણાવી રહ્યા છે.

AC ને યોગ્ય તાપમાન પર સેટ કરો: 24-26 ડિગ્રી સેલ્સિયસ - ખૂબ ઓછા તાપમાને AC સેટ કરવાની જરૂર નથી. 24-26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આરામદાયક છે અને પાવર વપરાશ પણ ઓછો છે. એસી સાથે પંખાનો પણ ઉપયોગ કરી શકાય છે. પંખાનો ઉપયોગ કરવાથી રૂમમાં ઠંડી હવા ઝડપથી ફેલાઈ જાય છે અને AC ઓછું ચલાવવું પડે છે.

AC સાથે પંખાનો ઉપયોગ કરો: તમને જણાવી દઈએ કે ACની સાથે પંખો ચાલુ રાખવામાં આવે તો રુમ જલદી ઠંડો થાય છે આથી તમારું એસી એટલું ઓછું બળશે. આ સાથે AC ચલાવતી વખતે રૂમના દરવાજા અને બારીઓ બંધ રાખો.

નિયમિતપણે AC સાફ કરો : એસી ફિલ્ટરને નિયમિતપણે સાફ કરો. ગંદા ફિલ્ટર ACની કાર્યક્ષમતા ઘટાડી શકે છે અને તે વધુ વીજળીનો વપરાશ વધી જાય છે. એસી કોઇલ પણ સાફ કરો. ગંદી કોઇલ ACની ઠંડકને ઘટાડી શકે છે અને પાવર વપરાશમાં વધારો કરી શકે છે.

5 સ્ટાર રેટિંગ વાળું AC ખરીદવાનો આગ્રહ રાખો: ગરમીની શરુઆતની સાથે જ લોકો AC ખરીદવાનું શરુ કરી દેતા હોય છે, આથી 5 સ્ટાર રેટિંગ વાળું એસી ખરીદવાનો આગ્રહ રાખો. 5 સ્ટાર રેટિંગ વાળું AC વીજળીનો ઓછો વપરાશ કરે છે અને આમ તમારું બિલ પણ ઓછું આવે છે.

ACમાં ઓટો મોડ ઓફનો ઉપયોગ કરો: ઘરમાં આરામદાયક તાપમાન જાળવવા માટે ઓટો મોડ આપોઆપ ACને ચાલુ અને બંધ કરી શકે છે. આનો અર્થ એ છે કે AC ને સતત ચાલુ રાખવાને બદલે, તાપમાન યોગ્ય ન થાય ત્યાં સુધી તે થોડા સમય માટે જ ચાલે છે. આમ, ઓટો મોડ ઉર્જા બચાવે છે અને વીજળીનું બિલ ઘટાડી શકે છે કારણ કે તે ACને બિનજરૂરી રીતે ચાલવા દેતું નથી.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































